ગાંધીનગરઃ ગુજરાતમાં નવા XE કોરોના વેરિયન્ટની એન્ટ્રી થતાં તંત્ર દોડતું થઈ ગયું છે. વડોદરાના ગોત્રીના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને તપાસતા તેમના રિપોર્ટમાં નવો વેરિયન્ટ મળી આવ્યો છે. હાલ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે પ્રશાસન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 13 માર્ચે કોરોના પોઝિટિવ આવ્યો હતો.


ગુજરાતની એક જ કોલેજમાં 33 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતાં તંત્ર થયું દોડતું, જાણો વિગત
ગાંધીનગરઃ ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસો ઘટતા જનજીવન રાબેતા મુજબ બન્યું છે, ત્યારે ફરી એકવાર એક સાથે મોટી સંખ્યામાં કેસો સામે આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. ગાંધીનગર સ્થિત જીએનએલયુમાં કોરોનાના 33 કેસો સામે આવ્યા છે. એક વિદ્યાર્થીની ટ્રાવેલ હિસ્ટ્રી દિલ્લી, અન્ય એક વિદ્યાર્થીની ટ્રાવેલ હિસ્ટ્રી તમિલનાડુની સામે આવી છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓ ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યા હતા. અત્યારે હાલ ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા અન્ય વિદ્યાર્થીના ટેસ્ટિંગ કરવામાં આવશે. જીએનએલયુને કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યું છે. શૈક્ષણિક કામગીરી હાલપુરતી બંધ રહેશે.


રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ભણતા અને ત્યાની હોસ્ટેલમાં જ રહેતા વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પૈકી ઘણાને ગઇ કાલે શરદી અને તાવની તકલીફ હતી જેના પગલે તેમના કોરોના ટેસ્ટ કરાતા તે પોઝિટિવ આવ્યા હતા. આ પછી કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સાબદું બન્યું હતું.ગઈ કાલે સામૂહિક ટેસ્ટીંગ કરતાં યુનિ.ની હોસ્ટેલમાં રહેતા 33 વિદ્યાર્થીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે પૈકી એક દિલ્હી અને તામીલનાડૂથી વિદ્યાર્થી થોડા દિવસ પહેલા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. 


હાલ આ 33 પોઝિટિવ દર્દીઓ પૈકી એક દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે જ્યારે અન્ય તમામને હોસ્ટેલમાં જ આઇસોલેટ કરાયા છે.  તકેદારીના ભાગરૂપે હાલ તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે. આગામી સોમવારથી ઓનલાઈન એજ્યુકેશન અને એકઝામ હાથ ધરાશે. અહીંથી ચેપ અન્ય જગ્યાએ પ્રસરે નહીં તેમજ ગામમાં પણ રહિશો સુરક્ષિત રહે તે માટે યુનિવર્સિટી કેમ્પસને કન્ટેન્ટમેઇન્ટ ઝોનમાં ફેરવી દેવાઈ છે. બહારથી આવજ-જાવન ઉપર ખાસ વોચ પણ રખાશે. પહેલા બે વિદ્યાર્થીઓ પોઝિટિવ હોવાનું ધ્યાને આવતા જેની ગંભીરતાથી લઇને અહીં ગઈ કાલે માસ ટેસ્ટીંગ કેમ્પ કરાયા હતો. જેમાં 33 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે.