Gujarat Crime News: રાજ્યમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, સુરત, વડોદરા બાદ હવે મહિસાગરમાં પણ પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કૌટુબિંક યુવકે જ બાળકીને હવસનો શિકાર બનાવ્યો હોવાની જાણકારી પ્રાથમિક ધોરણે મળી રહી છે, હાલમાં બાળકીને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે, લુણાવાડા પોલીસે આ ઘટના મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિસાગર જિલ્લામાંથી ચકચારીભરી ઘટના સામે આવી છે, લુણાવાડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની નોંધાયેલી ફરિયાદ અનુસાર, મહીસાગરમાં પાંચ વર્ષની બાળકી પર તેના કોઇ સગા કૌટુંબિક યુવકે જ દુષ્કર્મ આચર્યુ છે. હાલ બાળકીની હાલત નાજુક હોવાને કારણે તેને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઘટનાને લઈને બાળકીના માતા પિતા ખુબજ આઘાતમાં છે. સમગ્ર મામલે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. અને નરાધમ યુવકને પકડવા માટે તપાસ શરૂ કરી છે. અલગ અલગ ટીમ બનાવી નરાધન કાકાની શોધખોળ શરૂ કરાઇ છે.
ચેન્નઇમાં 13 વર્ષની છોકરી પર 12 લોકોએ આચર્યું દુષ્કર્મ, માતા વિરુદ્ધ પણ કેસ દાખલ
તમિલનાડુથી એક ખળભળાટ મચાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તમિલનાડુમાં પોલીસે 13 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં 6 સગીરો સહિત કુલ 12 લોકોની ધરપકડ કરી છે. આ ચોંકાવનારી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે છોકરીને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તેની માતા તેને લઇને ચેંગલપટ્ટુ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. હોસ્પિટલમાં તપાસ બાદ ખબર પડી કે છોકરી ગર્ભવતી હતી. હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક પલ્લાવરમ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી હતી. આ કેસમાં પોલીસ તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કુલ 12 આરોપીઓમાંથી એક આરોપીએ પીડિત છોકરી સાથે મિત્રતા કરી હતી. પીડિતા ઘણીવાર તેના માતાપિતા કામ પર જાય ત્યારે ચેન્નઈના પલ્લવરમ વિસ્તારમાં તેના ઘરે એકલી રહેતી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ છોકરીને લગ્નના ખોટા વચનો આપીને તેનું જાતીય શોષણ કર્યું હતું. આ પછી આરોપીએ તેના અન્ય સાથીઓને પણ ગુનામાં સામેલ કર્યા જેણે 13 વર્ષની છોકરી પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ કેસની તપાસ દરમિયાન પલ્લાવરમ પોલીસે 6 પુખ્ત વયના લોકો અને 6 સગીરોની પણ ધરપકડ કરી હતી. જેમના નામ ડિક્સન, સંજય, અજય, સૂર્યા, નંદકુમાર અને એસ સંજય છે. પોલીસે આ તમામ આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. કેસ નોંધ્યા પછી પુખ્ત વયના છ આરોપીઓને તાંબરમ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે બધા આરોપીઓને પુઝહલ જેલમાં રિમાન્ડ પર મોકલી દીધા હતા અને બધા સગીર આરોપીઓને જુવેનાઇલ ડિન્ટેશન સેન્ટર મોકલવામાં આવ્યા હતા.