અમદાવાદ:  કૉંગ્રેસને બેઠી કરવા સામ પિત્રોડાએ કૉંગ્રેસના નેતાઓને સલાહ આપી છે. રાહુલ ગાંધીની સાથે પક્ષના તમામ નેતાઓએ સક્રિયતા વધારવાની તેમણે સલાહ આપી છે. ભારત જોડો યાત્રાને મતમાં બદલવા નેતાઓએ સતર્ક થવાનું પિત્રોડાએ સૂચન કર્યું. તાલુકા, જિલ્લા, પ્રદેશ કક્ષાએ સક્રિયતા વધારવાની તેમણે સલાહ આપી છે. 


કૉંગ્રેસ નેતા સામ પિત્રોડાએ વધુમાં કહ્યું કે,  ગુજરાતની ચૂંટણી દેશ માટે મહત્વની છે. આ ચૂંટણી ભાજપ, કૉંગ્રેસ અને AAP વચ્ચે નહીં પણ વિચારધારા વચ્ચેની લડાઈ છે.  કૉગ્રેસે ચૂંટણીને  હળવાશથી નથી લીધી તેવી પણ તેમણે વાત કરી. રાહુલ ગાંધીને લઈને પણ સેમ પિત્રોડાએ નિવેદન આપ્યું છે. ખોટી રીતે ઈમેજ ઉભી કરવામાં આવી રહી છે, આ સાથે જ રાહુલે 30 દિવસ  ગુજરાતમાં રહેવું જોઈએ તેવી પણ સલાહ આપી છે. કૉંગ્રેસને રાહુલ ગાંધી પર નિર્ભર ન રહેવાની અને સ્થાનિક નેતાઓની પણ જવાબદારી હોવાની વાત તેમણે કરી હતી. 


ગુજરાતમાં મુખ્યમંત્રીની પ્રથમ પસંદગી કોણ? લોકોએ કોંગ્રેસ કરતાં AAPના સીએમ ઉમેદવારનું નામ વધુ લીધું, જાણો ભૂપેન્દ્ર પટેલ વિશે શું કહ્યું


Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાના મતદાનમાં માત્ર એક સપ્તાહ બાકી છે. તમામ પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે. મતદાનમાં જનતા કોને સાથ આપે છે તે તો 8મી ડિસેમ્બરે આવનારા પરિણામોમાં ખબર પડશે, પરંતુ તે પહેલા અલગ-અલગ સર્વેમાં જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમામ ન્યૂઝ ચેનલોએ સર્વે કરીને જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ ચૂંટણીમાં કયો પક્ષ કેટલી બેઠકો જીતશે. રાજ્યના આગામી સીએમ તરીકે જનતાની પ્રથમ પસંદ કોણ છે? ચાલો જાણીએ આવા જ એક સર્વેના અંદાજ વિશે.


ઈન્ડિયા ટીવી-મેટર્સ ઓપિનિયન પોલમાં જનતાને પૂછવામાં આવ્યું કે રાજ્યના આગામી સીએમ કોણ હશે. આવો જાણીએ જનતાનો જવાબ...


જ્યારે મુખ્યમંત્રી પદ માટે તેમની પસંદગી વિશે પૂછવામાં આવ્યું ત્યારે 32 ટકા લોકોએ ભૂપેન્દ્ર પટેલ, 7 ટકા AAP નેતા ઇસુદાન ગઢવી, 6 ટકા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ, 4 ટકા ભરતસિંહ સોલંકી, 4 ટકા સુખરામ રાઠવા, 4 ટકા લોકોએ પસંદ કર્યું હતું. અર્જુન મોડવાડિયા અને 3 ટકા લોકોએ જગદીશ ઠાકોરને તેમની પસંદગી હોવાનું જણાવ્યું હતું.


આપને જણાવી દઈએ કે, રાજ્યમાં પહેલીવાર ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરી દીધી હતી. કેજરીવાલે ઇસુદાન ગઢવીને સીએમ ચહેરા તરીકે જાહેર કર્યા છે.