દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં કાંટે કી ટક્કર જોવા મળી હતી. દેવભૂમિ દ્વારકાની કુલ 22 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 12 બેઠકો મળી છે. કૉંગ્રેસ 10 બેઠકો પર જીત મેળવી છે. દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. રાજ્યમાં 31માંથી ફક્ત 4 જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ ડબલ ફિગર પર પહોંચી શકી છે. મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ ડબલ ફિગર સુધી પહોંચી છે.
ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી. બે જિલ્લા પંચાયતમાં ટાઈ થઈ હતી. આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે.