Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે અચાનક બોટાદની મુલાકાત લીધી. બોટાદ RTO હેલિપેડ ખાતે ભાજપના આગેવાનોએ સીઆર પાટીલનું સ્વાગત કર્યુ હતું. સુરતના ઉદ્યોગપતિ જીવરાજભાઈ ધારુકા, વલ્લભભાઈ ટોપી સહિત ઉધોગપતીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને મહત્વના આગેવાનો સાથે બેઠક યોજી હતી. પાટીલ જિલ્લા ભાજપના કાર્યકરો સાથે બેઠક કરવાના હતા પરંતુ આ બેઠક એકાએક રદ કરી મહત્ત્વના કાર્યકરો સાથે બેઠક યોજતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. બોટાદના સાળંગપુર રોડપર આવેલી ખાનગી હોટલમાં તેમણે બેઠક કરી હતી.
ગુજરાતમાં ક્યારે છે મતદાન
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કા અંતર્ગત મતદાન યોજાશે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
‘હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ’; ભાજપના ઉમેદવારનું વિવાદાસ્પદ નિવેદન
દાંતાના ભાજપના ઉમેદવાર લધુભાઇ પારગીનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારે નિવેદન આપતાં કહ્યું, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ, તમે યાદ રાખો. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર લધુ પારગીએ ભાજપનું નાક દબાવીને ટિકિટ મેળવી છે. ABP અસ્મિતા વીડિયોની પુષ્ટિ નથી કરતું.
કલોલ કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરનો મોટો આરોપ
કલોલના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ભાજપ ઉપર આરોપ લગાવતાં કહ્યું, ભાજપ કલોલમાં સરકારી પ્રશાસનનો દુરુપયોગ કરી રહી છે, પોલીસ અધિકારીઓ કોંગ્રેસ કાર્યકરો આગેવાનોને ધમકાવે છે, કોંગ્રેસમાં નિષ્ક્રિય થઇ જવા કોંગ્રેસ આગેવનોને પોલીસ દબાણ કરે છે, કલોલ વિધાનસભામાં ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે, કલોલના વેપારીઓ, બિલ્ડર્સને પણ કોંગ્રેસને ટેકો નહિ આપવા ધમકી અપાય છે. જો
પોલીસની ધાક ધમકી દૂર નહિ થાય તો પ્રાંત અધિકારી કચેરી સમક્ષ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃ