Gujarat Election 2022:  ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર  59 ટકા મતદાન થયું છે. મતદાનની ટકાવારી ઓછી હોવાથી ઉમેદવારોના જીવ તાળવે ચોટ્યા છે.   આ દરમિયાન વઢવાણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણા સામે આચાર સંહિતાની ફરિયાદ નોંધાઈ છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર જયેશ ચૌહાણએ મુખ્ય જીલ્લા ચૂંટણી અધિકારી, DSP અને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.  રતનપર વિસ્તારમાં શાળા નંબર 10 મતદાન મથક પર મતદારો સાથે ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણા ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા. રજવાડી સાફા અને ઢોલ નગારા સાથે મતદારો અને ઉમેદવાર મતદાન મથક સુધી પહોંચતા આચાર સંહિતાનો ભંગ થયો. ઢોલીઓ પર રૂપિયા ઉડાડતા હોય તેવો પણ વીડિયો સામે આવ્યો છે. ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે. 



ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર  59 ટકા મતદાન થયું છે. મતદાનની ટકાવારી ઓછી હોવાથી ઉમેદવારોના જીવ તાળવે ચોટ્યા છે.   સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. જો કે 5 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પહેલા તબક્કાનું 59 ટકા મતદાન નોંધાયું છે. ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે.


પોલીસ અને અર્ધલશ્કરી દળની સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન રહ્યું હતું. ઇવીએમ અને  વીવીપેટ  મશીનો  સીલ કરાયા હતા.  પોલીસ સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ અને વીવીપેટ મશીન મોકલાયા છે.  આગામી 8 તારીખે મત ગણતરીના દિવસે પેટીઓ ખોલવામાં આવશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર શાંતિ પૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. આજે બે-ત્રણ જગ્યાએ નાની મોટી બબાલ જોવા મળી હતી. જો કે બાકી જગ્યાએ શાંતિ પૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. 


રાજકોટ જિલ્લામાં મતદાન


રાજકોટ જિલ્લમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે.  રાજકોટ જિલ્લાની કુલ 8  બેઠકો પર કુલ 55.93 ટકા મતદાન નોંધાયું છે. તમામ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ કરવામાં આવ્યા છે. આગામી 8 તારીખે પરિણામ સામે આવશે. 


રાજકોટ-68 પૂર્વ   -  55.47 
રાજકોટ-69 પશ્ચિમ- 55.50
રાજકોટ-70 દક્ષિણ- 53.50
રાજકોટ-71-રૂરલ-   61.42 


ગોંડલ-   54.95 
ધોરાજી -55.42
જેતપુર - 50.25 
જસદણ-59.18