Gujarat Election 2022 :  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે દિલ્લી ખાતે કોંગ્રેસની મળેલી સીઇસીની બેઠકમાં 125 બેઠકોના ઉમેદવારો નક્કી કરાયા છે. 


નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વધુ તેજ કરી દીધી છે. દિલ્હીમાં કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની ચર્ચા માટે CECની બેઠક મળી હતી. બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે,  પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને CECના સભ્યો હાજર રહ્યા હતા.. ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો સમાવેશ થાય છે. 


Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીતનો પાટીલનો દાવો


Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્યાથી ભવ્ય જીતનો પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો. સી.આર પાટીલે નવા વર્ષ પર તમામને શુભેચ્છા પાઠવી અને વિધાનસભાની ચૂંટણીને લઈ કહ્યું કે જનતા ભાજપની સાથે છે.. આ વખતની ચૂંટણી ભાજપની રેકોર્ડ બ્રેક જીત થશે.


તેમણે કહ્યું હતું કે, આજે નવું વર્ષ. બે વર્ષ કોરોના બાદ આ વર્ષે ઉજવણી ભરપૂર. નવરાત્રીમાં પણ ઉજવણી સારી રહી. હું સૌને શુભેચ્છા પાઠવું છું. દેશમાં આ વર્ષે દિવાળીની ઉજવણીનો માહોલ અલગ દેખાઈ રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપને જીતાડશે ભાજપના કાર્યકર્તાઓ. એક પ્લાન મુજબ કામ કરે છે ભાજપના કાર્યકર્તા. Pm મોદી અને અમિત શાહને કાર્યકર્તાઓ ભેટ આપશે. ભાજપ ગુજરાતમાં રેકોર્ડ કરશે એવી મને આશા છે.


તેમણે તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. ચૂંટણી 2022 આવી રહી છે. ભાજપનો કોરોના વખતે લોકો સાથેનો સંપર્ક અને લોકોના વચ્ચે સતત રહેવાના કારણે કાર્યકર્તાઓએ લોકોના દિલમાં એક સ્થાન બનાવ્યું છે. મોદી સાહેબે તમામ પર વિશ્વાસ મૂક્યો છે. આ વખતની ચૂંટણી પણ રેકોર્ડ બ્રેક રહેશે. અમિતભાઈ સાથે તમામ આગેવાનો એ ચાર ઝોનમાં રેકોર્ડ દોહરાવ્યો છે. જેથી બધા એ દિશામાં કામગીરી કરશે.


Gujarat Election 2022 : 26થી 28 ઓક્ટોબરે કેજરીવાલ ગુજરાતમાં ગજવશે જનસભા


Gujarat Election 2022 : દિલ્હીના મુખ્યમંત્રી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. કેજરીવાલ 28, 29 અને 30 તારીખે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્રણ દિવસમાં કેજરીવાલ 6 જનસભા સંબોધશે. 28મીએ મોડવા હડફ અને કાંકરેજમા જનસભા સંબોધશે. 29મીએ ચિખલી અને ડેડિયાપાડામાં જનસભા સંબોધશે. 30મીએ ગારિયાધાર અને ધોરાજી ખાતે જનસભા સંબોધશે.


પંજાબના મુખ્યમંત્રી પણ તમામ સભાઓમાં હાજર રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપ યાત્રા શરૂ કરશે. આપના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી યાત્રાની આગેવાની લેશે. આવતી કાલથી ઈસુદાન ગઠવી યાત્રા શરૂ કરેશે.


ગુજરાતને 100 ટકા હર ઘર જલ સ્ટેટ જાહેર કરાયુંઃ  ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વિટ


ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, પાણીની બાબતમાં ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. પાણી જીવનનો આધાર છે. પાણીનું દરેક ટીપાની કિંમત ગુજરાતીઓથી વધારે કોઈ જાણતું નહીં હોય. મહિલાઓના જીવનને પરિવર્તિત કરવાથી લઈને દરેક ઘરે નળની જરૂરિયાત પૂર કરીને બતાવ્યું છે મોદી સરકારે. મોદીજીએ 2001માં સંકલ્પ કર્યા પછી ખુણે ખુણે પાણીની જરૂરિયાત પૂરી કરવાનું વચન નિર્ધારિત સમયથી 2 વર્ષ પહેલા પૂરું કરી દીધું છે. નર્મદા વોટર ગ્રિડ, સુજલામ સુફલામ અને સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઇ જેવી યોજનાઓને કારણે આજે ગુજરાતમાં હર ઘર નલ સે જલની ઉપ્લબ્ધી પ્રાપ્ત થઈ છે.