Gujarat Election 2022:  પ્રધાનમંત્રી મોદી આજે મિશન સૌરાષ્ટ્ર પર પહોંચ્યા હતા.  સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રધાનમંત્રી મોદીએ સૌરાષ્ટ્રમાં  ચાર જનસભા સંબોધી હતી. પ્રધાનમંત્રીએ  પહેલી સભા વેરાવળમાં, બીજી ધોરાજી,  ત્રીજી અમરેલી અને ચોથી સભા બોટાદમાં સંબોધી હતી.  ચારેય સભામાં PM મોદીએ ભાજપના શાસનમાં થયેલા વિકાસકાર્યોને જનતા જનાર્દન સમક્ષ મૂક્યા. આ સાથે જ વિરોધીઓ પર શબ્દબાણ છોડ્યા હતા.  પ્રધાનમંત્રી મોદી બોટાદ જનસભા સંબોધતા બોલ્યા કે,  ભાજપનો જ્યારથી ગુજરાતમાં વિજય થયો છે ત્યારથી ગોટાળાનો નહીં પણ ચૂંટણીનો મુદ્દો વિકાસનો મુદ્દો હોય છે. તેમણે કહ્યું કે, પહેલા ચૂંટણી થતી હતી કુંટુંબ કેવડું મોટું છે તે આધારે મત માગવામાં આવતા હતા. પછી જાતીના આધારે મત માગવામાં આવ્યાં, પછી  માથાભારે છે સાચવજો અને મત આપી દોને તેમ કહીને મત આપતા હતા. 


પ્રધાનમંત્રી મોદી વધુમાં બોલ્યા કે,  ગુજરાતમાં હવે વિમાન બનવાના છે. પહેલાની સરકાર પાસે લોકો હેંડપંપ માગતા હતા અમારી સરકારે ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. અમે વિકાસના બીજનું વાવેતર કર્યું છે. 20 વર્ષ પહેલા પ્રાથમિક જરૂરીયાતોના ફાફા પડતા હતા. આજે ગુજરાતના શિક્ષણમાં પણ 5જીનો યુગ શરૂ થવાનો છે.


રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકરનો મુદ્દો પણ છવાયો છે.   PM મોદીએ નામ લીધા વિના રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ.  PM મોદીએ પુછ્યું  નર્મદા વિરોધી મેધા પાટકરના ખભા પર કેમ હાથ રાખ્યો.   PM મોદીએ મતદારોને અપીલ કરી  કે મેધા પાટકરને સાથે કેમ રાખ્યા  તેવો સવાલ કૉંગ્રેસને પૂછજો.  પીએમ મોદીએ યુવાનોને 100 ટકા મતદાન કરવા માટે અપીલ કરી હતી. ભુતકાળને પણ યાદ કરાવ્યો હતો. ગુજરાતમાં અગાઉ કેવી સ્થિતિ છે તે અંગે પણ કેટલાક ઉદાહરણો આપ્યા હતા.


Gujarat Election 2022: PM મોદી પહોંચ્યા કમલમ


બોટાદમાં સભા સંબોધી પીએમ મોદી અત્યારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે. પીએમ મોદી અહિંયા રાજ્યના દિગ્ગજ નેતાઓ સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરશે તેવી વાત સામે આવી છે. પીએમ મોદીના આગમનને લઈને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.  તમને જણાવી દઈએ કે આજે પીએમ મોદીએ સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવી હતી. સૌ પ્રથમ સોમનાથ દાદાના દર્શન કરી પીએમએ આજે પ્રચારની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ધોરાજી,અમરેલી અને બોટાદમાં સભાઓ સંબોધી હતી. હાલમાં પીએમ મોદી ગાંધીનગર કમલમ ખાતે બીજેપીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે. હાલમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલથી લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ કમલમ પહોંચ્યા છે.