PM Modi Ralley In Gujarat: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી સભાને સંબોધિત કરવાની કમાન પ્રધાનમંત્રી મોદીએ સંભાળી છે.  સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) તેના ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ ચૂંટણી લડાઈમાં કરવા માટે તૈયાર છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વિધાનસભા ચૂંટણી માટે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં તેમની પાર્ટી માટે પ્રચાર કરવાના છે.


ગુજરાતમાં 27 વર્ષથી ચાલી રહેલી ભાજપ સરકાર આ વખતે પણ પાર્ટીને સત્તામાં જાળવી રાખવા માટે તનતોડ મહેનત કરી રહી છે. એટલા માટે પીએમ મોદી 3 દિવસમાં 8 રેલીઓને સંબોધિત કરશે. તેઓ શનિવાર (19 નવેમ્બર)થી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. 


જાણો PM નરેન્દ્ર મોદીની રેલીનું સંપૂર્ણ શેડ્યૂલ


1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રચાર ગુજરાતના દક્ષિણ તરફથી શરૂ થશે.


2. પ્રધાનમંત્રી શનિવારે સાંજે 7:30 વાગ્યે વલસાડમાં જનસભાને સંબોધશે. તેઓ રાત્રી રોકાણ વલસાડમાં કરશે.


3 PM મોદી બીજા દિવસે રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા કરશે.


4. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓને સંબોધશે.


5 PM મોદી સવારે 11 વાગ્યે વેરાવળમાં, 12:45 વાગ્યે ધોરાજીમાં, બપોરે 2:30 વાગ્યે અમરેલીમાં અને 6:15 વાગ્યે બોટાદમાં રહેશે.


6. આ પછી પીએમ મોદી ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.


7. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 3 જાહેરસભાઓને સંબોધશે.


8 PM મોદી રવિવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે.


9 PM મોદી બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં હશે.


10 ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી 30 રેલીઓ અને રોડ શો કરે તેવી શક્યતા છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીએ 30થી વધુ રેલીઓ કરી હતી.


ભાજપે સોમવારે રાત્રે આગામી મહિને યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 12 ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી, OBC સમુદાયના નેતા અલ્પેશ ઠાકોરને ઉત્તર ગુજરાતની રાધનપુરને બદલે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા.  તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તમામ 182 વિધાનસભા બેઠકો પર 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થવાનું છે. 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે.