Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ભાજપ દ્વારા ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવી શકે છે. આ પહેલા કેટલા ઉમેદવારોને દિલ્હીથી ફોન કરીને જાણ કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ચૂંટણી લડવાનો ઇનકાર કરતા તેમના સ્થાને રાજકોટ પશ્વિમ બેઠક પરથી ભાજપ દર્શિતાબેન શાહની ટિકિટ નક્કી માનવામાં આવી રહી છે.


સૂત્રોના મતે, અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, ભૂજ બેઠક પરથી કેશુભાઇ પટેલ, અંજારથી ત્રિકમભાઇ છાંગા, ગાંધીધામ બેઠકથી માલતીબેન મહેશ્વરી, રાપર બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજાની ટિકિટ નક્કી માનવામાં આવી રહી છે.


આ ધારાસભ્યોને કર્યા રિપિટ



  • માંગરોળ – ગણતપત વસાવા

  • જેતપુર – જયેશ રાદડીયા

  • લિંબાયત – સંગીતા પાટીલ

  • વરાછા – કુમાર કાનાણી

  • વલસાડ – ભરત પટેલ

  • ગાંધીધામ – માલતીબેન મહેશ્વરી

  • જલાલપોર – આર.સી.પટેલ

  • રાપર – વિરેન્દ્ર સિંહ જાડેજા


ગુજરાતમાં ક્યારે છે ચૂંટણી


ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 2 ડિસેમ્બરે બીજા તબક્કાનું વોટિંગ થશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.


સૂત્રોના જણાવ્યા મુજબ, જે ઉમેદવારને ટીકીટ મળશે તેવા ઉમેદવારોને ફોન કરીને સૂચનાઓ આપવામાં આવી છે. મોડી રાત્રે દિલ્હીથી ફોન કરીને ઉમેદવારોને જાણ કરવામાં આવી છે.

 
દસાડા- પી કે પરમાર


વઢવાણ- જીગાબેન પંડ્યા


ચોટીલા- શ્યામજીભાઈ


ગઢડા- શંભુનાથ ટૂંડિયા


ગીર સોમનાથ માનસિંહભાઈ


અમરેલી કૌશિક વેકરિયા  


ધ્રાંગધ્રા પ્રકાશ વરમોરા


લીમડી કિરીટસિંહ રાણા


વરાછા કુમાર કાનાણી


ડી કે સ્વામી – જંબુસર


અરુણસિંહ રણા – વાગરા


રમેશ મિસ્ત્રી – ભરૂચ


ઈશ્વર પટેલ - અંકલેશ્વર
રિતેશ વસાવા - ઝઘડિયા
અબડાસા- પ્રદુમસિંહ જાડેજા


 


Gujarat Election 2022: આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર થશે. વડાપ્રધાન મોદી, અમિત શાહની અધ્યક્ષતામાં ગઇકાલે મોડી રાત સુધી આ અંગે મંથન કરવામાં આવ્યું હતું. સૂત્રોના મતે ભાજપ આ વખતે 25 ટકાથી વધુ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે. ભાજપ રૂપાણી સરકારના અનેક મંત્રીઓની ટિકિટ કાપી શકે છે.


આ દરમિયાન કચ્છની અંજાર બેઠક ઉપરથી વાસણ આહીરની ટિકિટ કપાઈ  છે. અંજાર બેઠક ઉપર ત્રિકમભાઈ છાંગાને ટિકિટ મળી છે. ત્રિકમ છાંગા શિક્ષિત અને ભાજપના સક્રિય કાર્યકર્તા છે.


ભાજપે ગુજરાતના કયા ધારાસભ્યને ફરી આપી ટિકિટ, કોણે કરી જાણ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ભાજપ દ્વારા ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવી શકે છે. આ પહેલા કેટલા ઉમેદવારોને દિલ્હીથી ફોન કરીને જાણ કરવામાં આવી છે. ભાજપે સાત ધારાસભ્યોને રિપિટ કર્યા છે.