શોધખોળ કરો

Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?

સુરતમાં ખાડી પૂર અને રાજ્યમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે થયેલા વ્યાપક નુકસાન બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત નાગરિકો, વેપારીઓ અને નાના ઉદ્યોગકારોને મોટી રાહત આપવાની જાહેરાત કરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અત્યાર સુધી 19 હજારથી વધુ પરિવારોને સહાય ચૂકવાઈ, ટીમો મોકલાઈ.

સુરત: સુરતમાં ખાડી પૂર અને રાજ્યમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે થયેલા વ્યાપક નુકસાન બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત નાગરિકો, વેપારીઓ અને નાના ઉદ્યોગકારોને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગરીબ અને મધ્યમવર્ગના વેપારીઓની સાથે મજબૂતીથી ઉભી છે. અસરગ્રસ્તોને આર્થિક સહાય, લોન અને કરમાં રાહત સહિતના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે.

સુરતની જેમ વાપી,વલસાડ, નવસારીના વેપારીઓને સહાય મળશે. સુરતની જેમ વાપી, વલસાડ, નવસારીમાં પણ આ સહાય પેકેજ લાગુ પડશે. 

લારી-રેકડી ધારકોને ₹75 હજાર સુધીની સહાય

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે નુકસાન ભોગવનારા લારી-રેકડી ચલાવતા લોકોને ₹75,000 સુધીની સહાય આપવામાં આવશે. આ સહાયથી નાના રોજગારીધારકોને ફરીથી વ્યવસાય શરૂ કરવામાં મદદ મળશે.

કેબિન ધારકોને ₹25 હજારની સહાય

40 ફૂટ સુધીની કેબિન ધરાવતા નાના વેપારીઓને ₹25,000ની આર્થિક સહાય આપવામાં આવશે. સરકારનો હેતુ નાના વેપારીઓને ઝડપથી ફરી ઉભા કરવામાં મદદ કરવાનો છે.

વેપારીઓ માટે ₹30 લાખ સુધીની લોન

જીએસટી રિટર્ન ભરતા પાકી દુકાન ધારકોને ત્રણ વર્ષ માટે વિશેષ લોન યોજના હેઠળ સહાય આપવામાં આવશે. જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર ₹15 લાખથી વધુ હશે તેઓ ₹30 લાખ સુધીની લોન મેળવી શકશે.

પાણી ભરાયેલા ઘર અને દુકાનોને ટેક્સમાં રાહત

જેમના ઘર અથવા દુકાનોમાં વરસાદી પાણી ભરાયા હશે, તેઓને વીડિયોગ્રાફીના આધારે એક વર્ષ માટે સંબંધિત ટેક્સમાં રાહત આપવામાં આવશે. સરકાર દ્વારા નુકસાનનું પારદર્શક મૂલ્યાંકન કરીને લાભ આપવામાં આવશે.

જીએસટી રિટર્ન ભરનાર વેપારીઓને મળશે સહાય

સરકારે સ્પષ્ટ કર્યું છે કે નિયમિત રીતે જીએસટી રિટર્ન ભરતા વેપારીઓને સહાયની રકમ ચૂકવવામાં આવશે, જેથી નુકસાનની ભરપાઈ કરવામાં મદદ મળી શકે.

19 હજારથી વધુ પરિવારોને સહાય ચૂકવાઈ

હર્ષ સંઘવીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 19 હજારથી વધુ નાગરિકોને કેશડોલ અને ઘરવખરીની સહાય ચૂકવવામાં આવી છે. અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી રાહત મળે તે માટે અધિકારીઓને ઘરવખરીની સહાય તાત્કાલિક પહોંચાડવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

અન્ય મહાનગરોમાંથી પણ સુરતમાં મોકલાઈ ટીમો

સુરત ખાડી પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના અન્ય મહાનગરોમાંથી પણ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો સુરત મોકલવામાં આવી છે. રાહત અને પુનઃસ્થાપન કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Advertisement

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget