દ્વારકાઃ ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ જિલ્લા પૂર્વ પ્રમુખ કાળુભાઇ ચાવડાનું નિધન થતાં કાર્યકરો અને સમાજમાં શોકની લાગણી ફરી વળી છે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અન્ય શારિરીક ક્ષતિના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. સારવાર દરમિયાન ગત રાત્રીના અમદાવાદ હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનને પગલે આહીર સમાજ અને જિલ્લાભરમાં શોકનો માહોલ છે. 






રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 848 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 12   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9933 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 2915 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 96.58  ટકા છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,88,293 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18008 પર પહોંચ્યો છે. જેમાંથી 371 દર્દી વેન્ટિલેટર પર અને 17637 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.58 ટકા છે.  


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


અમદાવાદ કોર્પોરેશનમાં 126, વડોદરા કોર્પોરેશન 126, સુરત કોર્પોરેશન 91, વડોદરા 65, સુરત 50, જૂનાગઢ 45, ગીર સોમનાથ 39, રાજકોટ કોર્પોરેશન 27, રાજકોટ 22, જામનગર કોર્પોરેશન 20, પંચમહાલ 18, સાબરકાંઠા 17, દેવભૂમિ દ્વારકા 16, નવસારી 15, ખેડા 14, વલસાડ 14, પોરબંદર 13, ભરુચ 12, કચ્છ 12, મહેસાણા 12, જામનગર 11, જૂનાગઢ કોર્પોરેશન 11, આણંદ 10, અમદાવાદ 8, પાટણ 8, બનાસકાંઠા 7, ભાવનગર કોર્પોરેશન 7, ગાંધીનગર કોર્પોરેશન 7, અમરેલી 6, ભાવનગર 5, મહીસાગર 5, ગાંધીનગર 4, દાહોદ 2, તાપી 2 અને મોરબીમાં  1 કેસ સાથે કુલ 848 કેસ નોંધાયા છે. 


ક્યાં કેટલા મોત ?


અમદાવાદ કોર્પોરેશનમાં 3,  વડોદરા કોર્પોરેશન 1,  સુરત કોર્પોરેશન 1,  સુરત 1, ગીર સોમનાથ 1, જામનગર 1,  બનાસકાંઠા 1,ભાવનગર 1,  ગાંધીનગર 1, અને અરવલ્લીમાં  1  મોત સાથે કુલ 12 મોત થયા છે. 


રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2,26,335 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.58 ટકા છે. રોનાથી કુલ મૃત્યુઆંક 9933 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 2915 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.રાજ્યમાં અત્યાર સુધી 7,88,293 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.