Vande Bharat:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે.. ત્યારે આજે તેમણે સાબરમતીથી વેરાવળ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી. 27 મેથી ગુરુવાર સિવાય સપ્તાહના છ દિવસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે.
27 એપ્રિલથી ટ્રેન નંબર 26901 નંબરની ટ્રેન રોજ સવારે 5.25 વાગ્યે સાબરમતીથી ઉપડશે જે બપોરે 12.25 વાગ્યે વેરાવળ સ્ટેશને પહોંચશે. વેરાવળથી ટ્રેન નંબર 26902 રોજ બપોરે 2.40 વાગ્યે ઉપડશે જે રાત્રે 9.35 વાગ્યે સાબરમતી રેલવે સ્ટેશને પહોંચશે. સાબરમતીથી વેરાવળ વચ્ચે દોડનારી આ વંદે ભારત ટ્રેન વિરમગામ જંક્શન, સુરેન્દ્રનગર જંક્શન, વાંકાનેર જંક્શન, રાજકોટ જંક્શન અને જૂનાગઢ જંક્શન પર ઉભી રહેશે.
આ વંદે ભારત ટ્રેનના ભાડાની વાત કરીએ ચેર કાર કેટેગરીનું એક હજાર 275 રૂપિયા જ્યારે એક્ઝિક્યુટીવ કોચનું બે હજાર 300 રૂપિયા ભાડુ રહેશે. જ્યાં એક તરફ સોમનાથ એક્સપ્રેસ ટ્રેન સાબરમતીથી વેરાવળ પહોંચવા માટે આઠ કલાક અને અન્ય ટ્રેનો લગભગ આઠ કલાકને 20 મિનિટ જેટલો સમય લે છે.. તેની સામે વંદે ભારત ટ્રેન ફક્ત છ કલાકને 55 મિનિટમાં સાબરમતીથી વેરાવળ પહોંચશે. જેથી યાત્રિકોનો લગભગ 95 મિનિટ જેટલો સમયનો બચાવ થશે.. યાત્રિકો વંદે ભારત ટ્રેન માટે PRS કાઉન્ટર અને IRCTC વેબસાઈટ પરથી ટિકિટ મેળવી શકશે.. ટ્રેનમાં સુવિધાની વાત કરીએ તો ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ કોચ, રિક્લાઈનિંગ સીટો, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, બાયો ટોઈલેટ્સ, સીસીટીવી કેમેરા, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ રહેશે..
ગુજરાતથી દોડશે આ ટ્રેન
વર્તમાન ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધીમાં 29 જોડી સમર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે જેમાં વિવિધ સ્થળોએ 930 ટ્રીપ ચલાવવામાં આવી છે. આમાંથી, 376 ટ્રિપ્સવાળી 16 જોડી ટ્રેનો મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને રાજસ્થાન માટે હશે, જ્યારે 140 ટ્રિપ્સવાળી 7 જોડી ટ્રેનો બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા પૂર્વીય રાજ્યોમાં સેવા આપી રહી છે.
તેમ જ તેલંગાણા અને કર્ણાટક રાજ્યો માટે 106 ટ્રીપ ધરાવતી બે જોડી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. ઉધના (સુરત ઝોન) ના મુસાફરોને સેવા આપવા માટે, 192 ટ્રીપવાળી છ જોડી મૂળ ખાસ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જ્યારે 348 ટ્રીપવાળી 14 પેર ટ્રેનો ઉધના અથવા ભેસ્તાન થઈને પસાર થઈ રહી છે.