શોધખોળ કરો

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: GIDC પ્લોટ ધારકોને સ્ટેમ્પ ડ્યુટીમાં મળશે જંગી રાહત

MSME ઉદ્યોગકારોની રજૂઆતને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GIDC એમ્નેસ્ટી સ્કીમ લાગુ કરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • GIDC પ્લોટ ધારકો માટે નવી એમ્નેસ્ટી સ્કીમ જાહેર કરાઈ.
  • MSME ને 80% સ્ટેમ્પ ડ્યુટી રાહત, 20% ભરવી પડશે.
  • જૂના વ્યવહારો, કોર્ટ કેસમાં પણ 80% રાહત મળશે.
  • આ નિર્ણયથી ઉદ્યોગકારોનો આર્થિક બોજ હળવો થશે.

GIDC Amnesty Scheme: ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને વધુ વેગ આપવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના MSME ઉદ્યોગકારો અને GIDC એસોસિએશનો દ્વારા કરવામાં આવેલી લાંબા સમયની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકારે નવી 'GIDC એમ્નેસ્ટી સ્કીમ' અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. ભૂતકાળમાં GIDC ના પ્લોટ ધારકો ઔદ્યોગિક પ્લોટ કે શેડની ફેરબદલી વખતે રજિસ્ટર્ડ લીઝ ડીડ કરવાને બદલે માત્ર એલોટમેન્ટ લેટર કે સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટના આધારે વ્યવહારો કરતા હતા, જેના કારણે મોટી રકમની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની બાકી રહી જતી હતી. તાજેતરમાં 2 એપ્રિલ, 2025 ના રોજ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 માં સુધારો કરવામાં આવ્યો, જે 10 એપ્રિલ, 2025 થી લાગુ થયો. આ કડક નિયમ મુજબ, જૂના દસ્તાવેજો રજૂ કરવા પર દર મહિને 2 થી 3 ટકા લેખે સાદું વ્યાજ અને મૂળ ડ્યુટીના 4 થી 6 ગણા સુધીનો તોતિંગ દંડ વસૂલવાની જોગવાઈ છે. આનાથી વર્તમાન પ્લોટ માલિકો પર લોન લેતી વખતે અસહ્ય આર્થિક ભારણ આવતું હતું.

80 ટકા સુધીની આર્થિક રાહત અને ફરજિયાત નોંધણી

આ વિકટ પરિસ્થિતિમાંથી નાના અને મધ્યમ ઉદ્યોગોને ઉગારવા માટે સરકારે 80 ટકા સુધીની સ્ટેમ્પ ડ્યુટી માફીની ભેટ આપી છે. આ નવી એમ્નેસ્ટી યોજના હેઠળ, માન્ય ઉદ્યમ સર્ટિફિકેટ ધરાવતા પાત્ર MSME એકમોને જૂના બાકી વ્યવહારો પર લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાંથી 80 ટકા સુધીની સીધી રાહત મળશે. લાભાર્થીઓએ માત્ર બાકીની 20 ટકા ડ્યુટી અને નિયત પેનલ્ટી જ ભરવાની રહેશે. જોકે, સરકારે એ સ્પષ્ટતા કરી છે કે જ્યાં 20 ટકા ડ્યુટી અને પેનલ્ટીનો કુલ સરવાળો મૂળ ડ્યુટી કરતાં ઓછો થતો હશે, ત્યાં મૂળ સ્ટેમ્પ ડ્યુટી જેટલી રકમ વસૂલ કરવામાં આવશે. આ રાહતનો લાભ મેળવવા માટે ઉદ્યોગકારોએ 30 જૂન, 2025 સુધીમાં થયેલા એલોટમેન્ટ લેટર, શેર ટ્રાન્સફર કે ભાડાપટ્ટાના વ્યવહારોની કાયદેસરની નોંધણી કરાવવી સંપૂર્ણપણે ફરજિયાત રહેશે.

જૂના વ્યવહારો અને કોર્ટ કેસો માટે વિશેષ જોગવાઈ

આ યોજનાને વધુ વ્યાપક બનાવતા 1 જાન્યુઆરી, 2018 પહેલાં થયેલા મિલકત ફેરબદલીના વ્યવહારોને પણ આવરી લેવાયા છે. આવા કિસ્સાઓમાં છેલ્લી તબદીલીના દસ્તાવેજ પર નક્કી થતી બજાર કિંમતના આધારે 80 ટકા રાહત અપાશે. જ્યારે 1 જાન્યુઆરી, 2018 પછીના વ્યવહારોમાં પણ આ સમાન 80 ટકાની રાહત ઉપલબ્ધ રહેશે. સૌથી મોટી રાહત એવા કિસ્સાઓમાં છે કે જ્યાં પ્લોટ ધારકોએ સક્ષમ સત્તાધિકારી સમક્ષ અપીલ કરી 25 ટકા રકમ જમા કરાવી હોય, અથવા કોર્ટમાં કેસ ચાલતો હોય. કોર્ટમાંથી પિટિશન પાછી ખેંચવાની શરતે તેમને પણ આ એમ્નેસ્ટી સ્કીમનો પૂરેપૂરો લાભ આપવામાં આવશે.

મુખ્યમંત્રીના આ સંવેદનશીલ નિર્ણયથી ઉદ્યોગકારોના માથે લટકતો વર્ષો જૂનો આર્થિક બોજ હળવો થશે અને સરકારી તિજોરીમાં લાંબા સમયથી અટવાયેલી ડ્યુટીની વસૂલાત પણ ઝડપથી પૂરી થશે. દસ્તાવેજોની નોંધણી કાયદેસર અને પારદર્શક બનવાથી રાજ્યમાં નવા ઉદ્યોગોની સ્થાપના અને વર્તમાન એકમોના વિસ્તરણ માટે એક અત્યંત સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થશે.

Frequently Asked Questions

GIDC એમ્નેસ્ટી સ્કીમ શા માટે શરૂ કરવામાં આવી છે?

આ સ્કીમ MSME ઉદ્યોગકારોની લાંબા સમયની રજૂઆતો બાદ શરૂ કરાઈ છે. તેનો હેતુ ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' સુધારવાનો છે.

આ સ્કીમ હેઠળ ઉદ્યોગકારોને સ્ટેમ્પ ડ્યુટીમાં કેટલી રાહત મળશે?

પાત્ર MSME એકમોને જૂના બાકી વ્યવહારો પર લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત મળશે. તેમને માત્ર બાકીની 20% ડ્યુટી અને નિયત પેનલ્ટી જ ભરવાની રહેશે.

GIDC એમ્નેસ્ટી સ્કીમનો લાભ મેળવવા માટે કયા વ્યવહારોની નોંધણી કરાવવી ફરજિયાત છે?

લાભ મેળવવા માટે ઉદ્યોગકારોએ 30 જૂન, 2025 સુધીમાં થયેલા એલોટમેન્ટ લેટર, શેર ટ્રાન્સફર કે ભાડાપટ્ટાના વ્યવહારોની કાયદેસરની નોંધણી કરાવવી સંપૂર્ણપણે ફરજિયાત રહેશે.

કોર્ટ કેસ ધરાવતા પ્લોટ માલિકોને આ સ્કીમનો લાભ કેવી રીતે મળશે?

કોર્ટમાંથી પિટિશન પાછી ખેંચવાની શરતે તેમને આ એમ્નેસ્ટી સ્કીમનો પૂરેપૂરો લાભ મળશે. 1 જાન્યુઆરી, 2018 પહેલાંના મિલકત ફેરબદલીના વ્યવહારોને પણ આ યોજનામાં આવરી લેવાયા છે.

Advertisement

ટોપ સ્ટોરી

સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
Junagadh: ભર ચોમાસે પાણી માટે તરસી રહ્યા છે માળિયા હાટીના વિસ્તારના લોકો, જાણો સરકાર પાસે શું કરી માંગ
Junagadh: ભર ચોમાસે પાણી માટે તરસી રહ્યા છે માળિયા હાટીના વિસ્તારના લોકો, જાણો સરકાર પાસે શું કરી માંગ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
Embed widget