ગુજરાત સરકાર 55 વર્ષથી વધુ ઉંમરના બિનકાર્યક્ષમ કર્મચારીઓને ફરજમુક્ત કરવાનો કડક નિર્ણય લઈ રહી છે. આ નિર્ણયનો ઉદ્દેશ વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા સુધારવાનો છે.
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
Gujarat government employee retirement news: 30 મે સુધીમાં તમામ વિભાગો પાસેથી લિસ્ટ મંગાવાયું; વર્ગ 1 થી 4 ના કર્મચારીઓનું સર્વિસ રેકોર્ડ, શિસ્ત અને સ્વાસ્થ્યના આધારે થશે મૂલ્યાંકન.

- ૫૫ વર્ષ ઉપરના બિનકાર્યક્ષમ કર્મચારીઓને નિવૃત્ત કરવાનો નિર્ણય.
- વર્ગ ૧ થી ૪ સુધીના કર્મચારીઓની કામગીરીની સમીક્ષા થશે.
- ૩૦ મે સુધીમાં આવા કર્મચારીઓની વિગતો માંગવામાં આવી.
- સર્વિસ રેકોર્ડ, ACR અને શિસ્તભંગના પગલાં ધ્યાનમાં લેવાશે.
Gujarat government employee retirement news: ગુજરાત સરકારના વહીવટી તંત્રએ એક મોટો અને કડક નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકારમાં નોકરી કરતા અને 55 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા એવા કર્મચારીઓ કે જેઓ બરાબર કામ નથી કરતા (બિનકાર્યક્ષમ છે), તેમને સરકાર હવે સીધા 'ઘરભેગા' કરવાની તૈયારી કરી રહી છે. આ નિર્ણયને પગલે ગાંધીનગર સચિવાલય સહિત રાજ્યના તમામ સરકારી વિભાગોમાં કામચોર બાબુઓમાં ભારે ફફડાટ મચી ગયો છે. સરકારે વર્ગ 1 થી લઈને વર્ગ 4 સુધીના તમામ કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે અને 30 મે સુધીમાં તમામ વિભાગો પાસેથી આવા કર્મચારીઓની વિગતો માંગી લીધી છે.
આ કામગીરીની સમીક્ષા માટે સરકારે ચોક્કસ સમયગાળો પણ નક્કી કર્યો છે. પરિપત્ર મુજબ, 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2026 ના સમયગાળા દરમિયાન જે કર્મચારીઓ 55 વર્ષની ઉંમર પૂર્ણ કરી રહ્યા છે અથવા વટાવી ચૂક્યા છે, તેમના કામનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવશે. સંબંધિત વિભાગોએ પોતાના તાબા હેઠળ આવતા કર્મચારીઓની યાદી અને રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.
ગુજરાતના મહેસૂલ વિભાગમાં સપાટો: 800 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી, 80 ની બદલી
કર્મચારીને નોકરીમાં ચાલુ રાખવા કે ફરજમુક્ત કરવા તે નક્કી કરવા માટે માત્ર ઉંમર જ નહીં, પણ ઘણા બધા પાસાઓ ચકાસવામાં આવશે. જેમાં કર્મચારીનું આખું સર્વિસ રેકોર્ડ, તેમનો ACR (વાર્ષિક ગોપનીય અહેવાલ) અને જો ભૂતકાળમાં તેમની સામે શિસ્તભંગના કોઈ પગલાં લેવાયા હોય તો તે ખાસ ધ્યાનમાં લેવાશે. આ ઉપરાંત, ઉંમરના આ પડાવે કર્મચારીની હાલની શારીરિક અને માનસિક ક્ષમતા પણ તપાસવામાં આવશે. જો આ તમામ બાબતોમાં કોઈ કર્મચારી નબળો કે કામ ચોરવાવાળો જણાશે, તો તેને નોકરીમાંથી ફરજમુક્ત કરી દેવામાં આવશે.
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
Frequently Asked Questions
ગુજરાત સરકાર 55 વર્ષથી વધુ ઉંમરના બિનકાર્યક્ષમ કર્મચારીઓ માટે શું પગલાં લઈ રહી છે?
આ સમીક્ષા પ્રક્રિયામાં કયા કર્મચારીઓની કામગીરી તપાસવામાં આવશે?
વર્ગ 1 થી લઈને વર્ગ 4 સુધીના તમામ સરકારી કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. ખાસ કરીને 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2026 દરમિયાન 55 વર્ષ પૂર્ણ કરનારા અથવા વટાવી ચૂકેલા કર્મચારીઓ પર ધ્યાન આપવામાં આવશે.
કર્મચારીઓને નોકરીમાંથી ફરજમુક્ત કરતાં પહેલાં કયા માપદંડો ધ્યાનમાં લેવાશે?
કર્મચારીનું સર્વિસ રેકોર્ડ, ACR, શિસ્તભંગના કિસ્સાઓ અને વર્તમાન શારીરિક-માનસિક ક્ષમતા જેવા અનેક પાસાં ચકાસવામાં આવશે. માત્ર ઉંમર જ નહીં, પરંતુ સમગ્ર કાર્યક્ષમતાનું મૂલ્યાંકન થશે.
આ નિર્ણયને કારણે સરકારી કર્મચારીઓમાં શું પ્રતિક્રિયા છે?
આ કડક નિર્ણયને કારણે ગાંધીનગર સચિવાલય સહિત રાજ્યના તમામ સરકારી વિભાગોમાં કામચોર કર્મચારીઓમાં ભારે ફફડાટ મચી ગયો છે.





















