Gujarat Gram Panchayat Election: મુંબઈની સુપર મોડેલે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. સંખેડા તાલુકાના કાવીઠા ગામે મોડેલ એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી છે. પોતાના ગામના વિકાસ માટે સરપંચ બનવા માંગે છે એશ્રા. અનેક મોટી મોટી બ્રાન્ડસ માટે જાહેરાત કરી છે. શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે.
એશ્રાએ કહ્યું કે, ગ્લેમરસની દુનિયામાંથી તો હું આવી જ છું, પરંતુ છું તો હું આ ગામની દીકરી જ ને અને એટલી બધી આપણે વિકાસના નામે વાતો કરીએ છીએ. લોકો ચાંદ પર પણ પહોંચી ગયા છે, જ્યારે અહીં લોકોને જમીન પર રહેવાના ફાંફા પડી રહ્યા છે.
એશ્રાએ કહ્યું કે, હું અહીં લોકડાઉનમાં આવી અને બધાની પરિસ્થિતિ જોઇ. એટલે લાગ્યું કે આપણી જીદંગી તો સારી ચાલી જ રહી છે. અને એક ટાઇમ હતો કે મારી પણ જીદંગી સારી નહોતી. એ બનાવવા માટે હું ઘરની બહાર નીકળી. અને પ્રયત્નો કર્યા ને જે સારું થવાનું હતું એ થયું. એ એટલા માટે થયું કે મારી પાસે એજ્યુકેશન હતું. તેમજ મને તક મળી.
તેણે કહ્યું કે, આ બધા બાળકોને તમે જોઈ રહ્યા છો. આ લોકોને અહીં શિક્ષણનો પણ અભાવ છે. તેમને સારી રીતે ખાવા પીવાનું પણ નથી મળતું. મારી ઇચ્છા છે અને ફરજ છે કે, આ લોકો માટે હું કંઇક કામ કરું. એટલા માટે હું ઉભી રહી છું. આગળ પછી લોકોની ઇચ્છા. મારા પપ્પા બે વાર સરપંચ રહી ચૂક્યા છે. હું જ્યારે અહીંયા ભણતી હતી ત્યારે મારા ગામમાં પ્રાથમિક શાળા પણ બરોબર નહોતી. મારા પપ્પા કામ કરીને ધોરણ-8 સુધી તો કરી નાંખ્યું છે. આગળ જઈને કોઈને ભણવું હોય તો ક્યાં ભણવા જાય.
એશ્રાએ કેન્સર અવરેનસ માટે અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. એશ્રા 100થી વધુ બ્રાન્ડને પ્રમોટ કરીચૂકી છે, પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ જેવી અનેક એડ ફિલ્મમાં કામ કર્યું છે.