સવારે 6થી સાંજના 8 વાગ્યા સુધી 173 તાલુકામાં વરસાદની વાત કરીએ તો સૌથી વધુ જામનગરમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જોડીયામાં 5 ઈંચ, કપરાડામાં સવા 4 ઈંચ વરસાદ, ધ્રોલમાં 4 ઈંચ, વઘઈ અને ઉમરપાડામાં 3 ઈંચ, કામરેજ, વાપી, માંડવી, સુરતમાં 3 ઈંચ વરસાદ, માંગરોળ, હાંસોટ, ઓલપાડમાં ચોર્યાસી, ઉમરગામ, જૂનાગઢના માંગરોળમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત સુબીર, વાંસદા, વ્યારા, વલસાડ, સોનગઢ, ઉચ્છલ, ભેંસાણ, ધરમપુરમાં 2 ઈંચ વરસાદ, ધરમપુર, ડોલવણ, નેત્રંગમાં પોણા 2 ઈંચ વરસાદ, પારડી, પલસાણા, વિસાવદરમાં દોઢ ઈંચ વરસાદ, રાણાવાવ, ડાંગ, માંડવી, નવસારી, ડેડિયાપાડામાં દોઢ ઈંચ, કેશોદ, ચીખલી, ગણદેવી, ખેરગામ, બારડોલીમાં દોઢ ઈંચ, બગસરા, જૂનાગઢ, જલાલપોર, મહુવામાં સવા 1 ઈંચ વરસાદ, મહુવા, દ્વારકા, વંથલી, સાગબારા, મેંદરડામાં એક ઈંચ વરસાદ અને કુતિયાણા, ધારી, વાલિયા, અંકલેશ્વરમાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે.
મેઘરાજાએ 24 કલાક દરમિયાન તમામ જિલ્લાઓને તરબોળ કર્યાં છે. દરિયા કિનારા વિસ્તારોમાં 24 કલાક દરમિયાન 2થી 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં તાપી, ગીરસોમનાથ, ભરૂચ, જૂનાગઢ, સુરત, વલસાડ, કચ્છ, ડાંગ, નવસારી, અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે.
પૂર્વ મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર નિર્માણ થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં આગામી પાંચ દિવસ એટલે કે, 4 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે. આ ઉપરાંત પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.