ગાંધીનગર: વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં ગુજરાત રાજ્ય એક્ટિવ ભાગીદારી કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. ગુજરાત પ્રદૂષણ મુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે CNG સ્ટેશનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટૉપ પર પહોંચી ગયું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર જૂલાઇ 2023 સુધીમાં, ગુજરાતમાં 1002 CNG સ્ટેશન છે, જેનું નેટવર્ક રાજ્યના 33 જિલ્લાઓને આવરી લે છે.
CNG સ્ટેશનની સંખ્યામાં ગુજરાત બાદ ઉત્તરપ્રદેશ (819), મહારાષ્ટ્ર (778), રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ -480) અને હરિયાણા (349) છે. જૂલાઇ 2023 સુધીમાં ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 5899 સ્ટેશન છે, જેમાંથી 17 ટકા જેટલા ગુજરાતમાં છે. આ તમામ આંકડા પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા અપડેટ કરવામાં આવ્યા છે.
CNG સ્ટેશનની સંખ્યામાં – ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ
ગુજરાત- 1,002
ઉત્તરપ્રદેશ-819
મહારાષ્ટ્ર -778
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ)-480
હરિયાણા -349
કર્ણાટક-319
રાજસ્થાન-257
મધ્યપ્રદેશ-241
તમિલનાડુ-220
પંજાબ- 209
PNGના ઘરગથ્થુ, વ્યવસાયિક અને ઔદ્યોગિક કનેક્શનની સંખ્યામાં પણ ગુજરાત ટોચ પર
PNGRBએ અપડેટ કરેલા આંકડા અનુસાર, જૂલાઇ 2023 સુધીમાં ભારતમાં કુલ 1,14,46,646 ઘરગથ્થુ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન છે, જેમાંથી ગુજરાતની સંખ્યા 30,78,162 છે. તે સિવાય રાજ્યમાં 22,722 વ્યવસાસિક અને 5733 ઔદ્યોગિક કનેક્શન છે.
PNG ઘરગથ્થુ કનેક્શન - ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ
ગુજરાત- 30,78,162
મહારાષ્ટ્ર-29,40,463
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ)-14,59,314
ઉત્તરપ્રદેશ-14,24,748
કર્ણાટક- 3,92,677
હરિયાણા -3,43,444
આંધ્રપ્રદેશ-2,59,602
રાજસ્થાન-2,32,576
મધ્યપ્રદેશ-2,14,636
તેલંગાણા-1,94,364
PNG વ્યવસાયિક કનેક્શન - ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ
ગુજરાત- 22,722
મહારાષ્ટ્ર -4,684
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ)-3,663
ઉત્તરપ્રદેશ-2,376
આસામ- 1,359
હરિયાણા-885
કર્ણાટક- 540
ત્રિપુરા-506
આંધ્રપ્રદેશ-446
પંજાબ-446
PNG ઔદ્યોગિક કનેક્શન - ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ
ગુજરાત- 5,733
ઉત્તરપ્રદેશ-2,867
હરિયાણા- 1,904
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ)-1,829
રાજસ્થાન-1,557
મહારાષ્ટ્ર-923
મધ્યપ્રદેશ-463
આસામ- 448
ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન- 345
કર્ણાટક- 330
નોંધનીય છે કે PNGRB દ્વારા કંપનીઓને દેશમાં અમુક ભૌગોલિક વિસ્તારો CNG સ્ટેશન બનાવવા માટે ફાળવવામાં આવે છે. એટલે ઘણી વખત ફાળવેલ વિસ્તારો બે રાજ્યોની સરહદની આસપાસમાં હોવાથી યાદીમાં તે વિસ્તારનો બે રાજ્યો સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.