ગાંધીનગરઃ ગઈ કાલે ગુજરાત સરકારના મંત્રીઓ સાથે આરોગ્યકર્મીઓની બેઠક મળી હતી અને આંદોલન પરત ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, અમુક સમિતિના અમુક સભ્યોએ માગ સ્વીકારી હતી. તો અમૂકે સ્વીકારી નહોતી. જેને કારણે સરકાર સાથેની મંત્રણા પડી ભાંગી છે. ગઈકાલે સરકાર સાથે હોદ્દેદારો સમાધાન કર્યા બાદ વિવાદ થતા આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરાઈ હતી.


ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની આજે મહત્વની બેઠક મળવાની છે. સરકાર સાથે મંત્રણા બાદ ફરી હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરાઈ હતી. તમામ જીલ્લા પ્રમુખ અને હોદેદારો રહેશે હાજર રહેશે. આગામી રણનીતિ અંગે કરાશે ચર્ચા.


નોંધનીય છે કે, ગઈ કાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મીઓની વિવિધ માંગો પર ચર્ચા આજે થઈ છે. સાત મંત્રીઓએ સાથે બેસીને વાત સાંભળી છે. પીટીએ તેમજ કોરોના કાળમા થયેલા કામના વેતનની માંગ હતી. એક કલાક ચર્ચા ના અંતે એક સહમતી પર આવ્યા છીએ તેમ ઉમેર્યું હતું કે, કર્મચારીઓની બે માંગ પીટીએ અને ૧૩૦ દિવસના પગાર બાબતે આગળ વધી અમલ થશે. 


તેમણે કહ્યું હતું કે, સરકારમા અહેવાલ આપી ઝડપથી માંગો મંજૂર કરવામાં આવશે. આરોગ્યકર્મીઓની માંગો બાબતે સકારાત્મક રહી ઠરાવના પ્રયત્નો થશે. આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ કહ્યું કે, સરકાર એક માસમા બેઠકો કરી ત્વરિત નિર્ણય કરવાની ખાતરી આપી છે. આરોગ્ય મંત્રી ઋશિકેશ પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતના મંત્રીઓએ ખાતરી આપી છે. 


તેમણે કહ્યું કે, સરકારી કમિટીએ ૨૩મા દિવસે સારા વાતાવરણ ચર્ચા થઈ. સરકારને બિરદાવીએ છીએ . અમારી વેદનાને ધ્યાને લીધી છે તે માટે આભાર માનીએ છીએ. એક મહિનામાં જો અમારી માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે તો અમે આંદોલન કરીશું. જોકે, ગઈ કાલે સંકલન સમિતિમાં આંતરિક વિખવાદ થયો હતો. અમુક સમિતિના અમુક સભ્યોએ માગ સ્વીકારી જ્યારે અમૂકે ન સ્વીકારી.