Gujarat Heat Wave News: ગુજરાતમાં હાલ માર્ચ મહિના ચાલી રહ્યો છે, અત્યારે રાજ્યમાં ગરમીની શરુઆતમાં પણ શરૂ થઇ ગઇ છે અને ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનનો પારો હાઇ રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસમાં અંગ દઝાડતી ગરમી પડવાની છે, તાપમાનનો પારો 39 ડિગ્રીથી પણ વધુ ઉપર રહેવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં તાબડતોડ ગરમીનો પારો ઉપર રહેવાની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, કચ્છ-સૌરાષ્ટ્રમાં અંગ દઝાડતી ગરમી પડવાની છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી પડશે, કચ્છ, પોરબંદર, ગીર સોમનાથમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અત્યારે રાજકોટમાં 39.3 ડિગ્રીની ઉપર ગરમીના તાપમાનનો પારો પહોંચ્યો છે, કચ્છમાં 39.1 ડિગ્રી પર તાપમાન પહોંચ્યો છે. અમદાવાદમાં 37.3 ડિગ્રી તાપમાન રહ્યું છે અને બનાસકાંઠામાં પણ ગરમીના તાપમાનનો પારો 37.8 ડિગ્રી પર પહોંચ્યો છે.
આ વર્ષે ગરમી ભુક્કા કાઢી નાખશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
ગુજરાતીઓ ગરમીમાં શેકાવવા માટે તૈયાર થઈ જાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે માર્ચ મહિનાના અંત સુધી ગરમીનો પારો આસમાને પહોંચશે. માર્ચ મહિનાના અંતમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે. સોરાષ્ટ્રમાં માર્ચ મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી પોચશે તેવી શક્યતા છે. પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તર ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. આ દરમિયાન અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે નલિયા 38 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનનો આંકડા
અમદાવાદ 36.1 ડિગ્રી
ગાંધીનગર 36.0 ડિગ્રી
ડીસા 36.5 ડિગ્રી
વડોદરા 36.4 ડિગ્રી
અમરેલી 37.6 ડિગ્રી
ભાવનગર 33.6 ડિગ્રી
રાજકોટ 37.9 ડિગ્રી
સુરેન્દ્રનગર 37.3 ડિગ્રી
પોરબંદર 36.5 ડિગ્રી
ભુજ 37.4 ડિગ્રી
નલિયા 38.0 ડિગ્રી
કંડલા 36.7 ડિગ્રી
કેશોદ 37.2 ડિગ્રી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, વિદર્ભ અને પૂર્વ મધ્યપ્રદેશમાં 18-21 માર્ચની વચ્ચે વાવાઝોડાં અને તેજ પવન સાથે વરસાદની સંભાવના છે. 18 અને 20 માર્ચની વચ્ચે, પશ્ચિમ બંગાળમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અતિવૃષ્ટિ પણ જોવા મળી શકે છે.
18 અને 21 માર્ચની વચ્ચે, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, વિદર્ભ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં ગાજવીજ, વીજળી અને ઝાપટા સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે છત્તીસગઢમાં 18-19 માર્ચ વચ્ચે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કરા પડી શકે છે. કેરળમાં 18 માર્ચે હળવો વરસાદ પડશે.
ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોની સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું વલણ પણ બદલાવા લાગ્યું છે. બદલાતી હવામાનની પેટર્નથી સ્પષ્ટ છે કે દિલ્હી-એનસીઆરમાં ઉનાળાના દિવસો આવવાના છે. લોકોને ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસો દરમિયાન તાપમાનમાં ઝડપી વધારો થવાની આશંકા છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો વધારો થવાના સંકેતો છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સામાન્ય કરતા નીચું છે, પરંતુ આગામી પાંચ દિવસમાં ગરમી ઝડપથી વધવાની આશંકા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 11.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનની સરેરાશ કરતાં પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સવારે 8:30 વાગ્યે ભેજનું પ્રમાણ 67 ટકા નોંધાયું હતું.