માવઠાની વિદાય બાદ ગુજરાતમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 15 મે સુધી રાજ્યમાં આકરા હીટવેવની આગાહી કરી છે.
આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર
Gujarat Heatwave Forecast: રાજ્યમાં 15 મે સુધી હીટવેવની આગાહી, પારો 44 ડિગ્રીને પાર કરશે, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ.

- હવામાન વિભાગે 15 મે સુધી આકરા હીટવેવની આગાહી કરી છે.
- રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર.
- તાપમાન 41 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરાઈ.
- બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની લોકોને અપીલ કરાઈ.
Gujarat Heatwave Forecast: માવઠાની વિદાય બાદ હવે ગુજરાતમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 15 મે સુધી રાજ્યમાં આકરા હીટવેવની આગાહી કરી છે, જેમાં તાપમાનનો પારો 41 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આજે અમદાવાદ, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ છે, જ્યારે આવતીકાલથી અમદાવાદ સહિતના મોટાભાગના વિસ્તારોમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી લોકોને અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થશે.
આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં માથું ફાડી નાખે તેવી ગરમી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (9 મે) કચ્છ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હીટવેવને પગલે યલો એલર્ટ અપાયું છે. આવતીકાલે એટલે કે 10 મેના રોજ કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, સુરત અને વડોદરામાં પણ યલો એલર્ટ લાગુ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રીજનમાં 15 મે સુધી ગરમીનો આ પ્રકોપ યથાવત્ રહેવાની શક્યતા છે. કાળઝાળ ગરમીને જોતા બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ કરવામાં આવી છે.
હાલમાં નોર્થ-ઈસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, પરંતુ હમણાં થોડા દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અને આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ગરમીના આંકડાની વાત કરીએ તો, રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી નોંધાઈ ચૂકી છે, જ્યારે અમદાવાદમાં 43 ડિગ્રી અને ગાંધીનગરમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. આજના પૂર્વાનુમાન મુજબ સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાશે જ્યાં પારો 44 ડિગ્રીને આંબી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીમાં 43 ડિગ્રી, વડોદરા, ભુજ અને ડીસામાં 42 ડિગ્રી, ભાવનગરમાં 41 ડિગ્રી અને સુરતમાં 39 ડિગ્રી રહેવાની સંભાવના છે.
આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં વરસાદ અને કરાની આગાહી, ગરમીથી મળશે મોટી રાહત!
બીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોની ઝડપ 15 થી 20 નોટ્સ જેટલી રહેશે અને કેટલાક વિસ્તારોમાં તે વધીને 25 નોટ્સ સુધી પણ પહોંચી શકે છે. ટૂંકમાં, આગામી 6 થી 7 દિવસ ગુજરાતવાસીઓએ આકરા તાપ અને લૂનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે.
શું કેરી ખાવાથી ખરેખર શરીરની ગરમી વધે છે? જાણો ડૉક્ટરે શું આપ્યો જવાબ
Frequently Asked Questions
ગુજરાતમાં ક્યારથી આકરી ગરમી પડવાની શરૂઆત થશે?
આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાન કેટલું રહી શકે છે?
આગામી દિવસોમાં તાપમાનનો પારો 41 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. મહત્તમ તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.
કયા વિસ્તારોમાં હીટવેવને પગલે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે?
અમદાવાદ, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ છે. આવતીકાલથી અમદાવાદ સહિતના મોટાભાગના વિસ્તારોમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
હાલમાં રાજ્યમાં સૌથી વધુ ગરમી ક્યાં નોંધાઈ છે?
હાલમાં રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી નોંધાઈ ચૂકી છે. અમદાવાદમાં 43 ડિગ્રી અને ગાંધીનગરમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.





















