શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. રાજ્યના કુલ 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 24 કલાકમાં 195 તાલુકાઓમાં વરસાદ, જનજીવન પ્રભાવિત.
  • પલસાણા, કામરેજ, નવસારીમાં 15 થી 18 ઇંચ અત્યંત ભારે વરસાદ નોંધાયો.
  • સુરત સહિત 38 તાલુકાઓમાં 2 થી 6.5 ઇંચ વરસાદ પડ્યો.
  • વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા, તંત્ર દ્વારા સાવચેતીની અપીલ કરાઈ.

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. રાજ્યના કુલ 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં 15 તાલુકામાં 7થી 18 ઈંચ સુધીનો અતિભારે વરસાદ વરસ્યો છે, જ્યારે 38 તાલુકામાં 2થી 6.50 ઈંચ સુધી વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર અને વાહન વ્યવહાર પર અસર જેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણામાં 18.19 ઈંચ નોંધાયો છે. ત્યારબાદ કામરેજમાં 17.40 ઈંચ અને નવસારીમાં 15.28 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં પણ 14.09 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વલસાડ જિલ્લાના કપરાડામાં 12.68 ઈંચ, નવસારીના જલાલપોરમાં 11.02 ઈંચ તેમજ સુરતના બારડોલીમાં 9.37 ઈંચ વરસાદ નોંધાયો છે.

અન્ય વિસ્તારોની વાત કરીએ તો ડોલવણમાં 8.90 ઈંચ, સુરતના મહુવામાં 8.86 ઈંચ અને ડાંગ જિલ્લામાં પણ 8.86 ઈંચ વરસાદ નોંધાયો છે. ગણદેવીમાં 7.72 ઈંચ, વાલોડમાં 7.44 ઈંચ અને ચીખલીમાં 7.36 ઈંચ વરસાદ વરસ્યો છે. વ્યારામાં 6.65 ઈંચ, નાનાપોંઢામાં 6.38 ઈંચ, ઉમરપાડામાં 6.34 ઈંચ અને ચોર્યાસીમાં 6.26 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર

વધુમાં ધરમપુરમાં 5.98 ઈંચ, સોનગઢમાં 5.71 ઈંચ, વાંસદામાં 5.67 ઈંચ, વઘઈમાં 5.35 ઈંચ અને ખેરગામમાં 5.31 ઈંચ વરસાદ નોંધાયો છે. પારડીમાં 4.92 ઈંચ, માંડવીમાં 4.88 ઈંચ, ઉકાઈમાં 4.72 ઈંચ અને વલસાડમાં 4.02 ઈંચ વરસાદ વરસ્યો છે. નેત્રંગમાં 3.66 ઈંચ, નાંદોદમાં 3.58 ઈંચ, દહેગામમાં 3.50 ઈંચ, ડેડીયાપાડામાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ઓલપાડમાં 3.07 ઈંચ, વાગરામાં 2.99 ઈંચ, ઉમરગામમાં 2.95 ઈંચ, પ્રાંતિજમાં 2.87 ઈંચ, ધનસુરામાં 2.83 ઈંચ અને હાંસોટમાં 2.76 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક નદી-નાળાઓમાં જળસ્તર વધ્યું છે અને સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા રાખવા તેમજ જરૂરી સાવચેતીના પગલાં લેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

શાળા-કોલેજોમાં રજા જાહેર

સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે તાપી જિલ્લામાં પણ તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ સુરતમાં કાપડ બજારથી લઈને વેપારી વિસ્તારો સુધી પાણી ઘૂસતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સતત વરસાદને કારણે સુરતમાં છેલ્લા 36 કલાકમાં 18 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે અને શહેરમાં 85 વર્ષનો વરસાદનો રેકોર્ડ પણ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે.                   

Frequently Asked Questions

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે?

છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યના કુલ 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 15 તાલુકામાં 7થી 18 ઈંચ સુધીનો અતિભારે વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા સ્થળે નોંધાયો છે?

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણામાં 18.19 ઈંચ નોંધાયો છે. ત્યારબાદ કામરેજમાં 17.40 ઈંચ અને નવસારીમાં 15.28 ઈંચ વરસાદ વરસ્યો છે.

અતિભારે વરસાદના કારણે જનજીવન પર શી અસર થઈ છે?

અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર અને વાહન વ્યવહાર પર અસર જેવી સ્થિતિ સર્જાઈ છે.

સુરત શહેરમાં કેટલો વરસાદ નોંધાયો છે?

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 14.09 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
Gujarat Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Gujarat Rain Updates:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન

Embed widget