અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર ગુજરાતમાં ત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ૧લી અને ૨જી ડિસેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
જો કે 2જી ડિસેમ્બર બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે. બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી વાતાવરણ રહેશે જો. કે હવામાન વિભાગે ખેડૂતોના પાક સુરક્ષિત જગ્યાએ મૂકવાનું સૂચન કર્યું અને ૩ ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા નું સૂચન કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા 1 અને 2 ડિસેમ્બર માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો. 2 ડિસેમ્બર બાદ તાપમાન વધુ ગગડી શકે છે. 1 અને 2 ડિસેમ્બર ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યા પર મુકવા હવામાન વિભાગનું સૂચન છે. 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા માછીમારો માટે સુચના છે. 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી વાતાવરણ રહશે. સાઉથ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વરસાદ છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોમાં પણ ભારે વરસાદ રહશે, તેમ હવામાન વિભાગ જણાવ્યું હતું.
રાજ્યભરમાં વરસાદ છૂટો છવાયો વરસાદ રહશે. સૌરાષ્ટ્રમાં કાલથી વરસાદનું જોર ઘટશે . રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ આગાહી છે. ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. ત્રણ દિવસ બાદ લઘુતમ તાપમાન 2 થી 4 ડીગ્રી ઘટશે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે.