Gujarat:  રાજ્યમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવેલી હોવાની ફરિયાદ બાદ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, જેટકોએ લીધેલ વિદ્યુત સહાયક ભરતી માટેની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ પરીક્ષા રાજકોટ, ભરૂચ, મહેસાણા સેન્ટરમાં લેવામાં આવી હતી.


ભરતીની પ્રક્રિયામાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદો ઉઠી હતી. ફરિયાદ બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે પોલ ટેસ્ટની પરીક્ષા સમયે ગેરરીતિ આચરવામાં આવી હતી. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમના માટે જ ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.    


GETCO દ્વારા વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ) ની ભરતીમાં અન્યાય થયો હોવાની બાબતે નોટિફિકેશન જાહેર કરાયું હતું. રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોનની વર્તુળ કચેરીઓમાં નિયમ મુજબ કામ કરવામાં ન આવેલ હોવાની બાબતે બહાર નોટિફિકેશન જાહેર કરાયું છે. ઉમેદવારોની ફરિયાદ અને રજૂઆત બાદ તપાસ કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ કમિટી દ્વારા તપાસ કરતા આ બાબતમાં ક્ષતિ માલુમ પડી હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળના વર્તુળ કચેરીના ઉમેદવારોના અન્યાયને લઈને લેવાયો નિર્ણય હતો. રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયા રદબાતલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉમેદવારો માટે નવી ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું નોટિફિકેશન બહાર પડાયું હતું.


20 નવેમ્બરનાં રોજ ધોળાજીનાં યુવકે જૂનાગઢમાં લેવાયેલી જેટકો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષામાં નિયમો ભંગ થયો હોવાનો સંકેત મકવાણાએ આક્ષેપ કર્યો હતો.ત્યારે આ બાબતે યુવક દ્વારા અનેક વખત રજૂઆત કરતા છતાં કોઈ નિરાકરણ ન આવતા યુવક દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી.  તેમજ પરીક્ષાને લઈ યુવક દ્વારા અનેકવાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમજ અગાઉ પણ યુવકે જેટકો વિરૂદ્ધ આક્ષેપો કર્યા હતા.    રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી.