Gujarat Local Elections Results 2026: ગુજરાતની તમામ 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. અમદાવાદ મનપાની 192 સીટમાંથી અત્યાર સુધીમાં આવેલા પરિણામાં 158 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જ્યારે 18 બેઠક કોંગ્રેસે જીતી છે. કેટલીક સીટોના પરિણામ બાકી છે. રાજકોટ મનપામાં ભાજપને 65 બેઠકો મળી છે. કોંગ્રેસને 7 બેઠકો મળી છે. પોરબંદર મહાનગરપાલિકા કુલ 52 માંથી 52 બેઠક પર ભાજપની જીત થઈ છે. જામનગર મહાનગરપાલિકામાં 64 બેઠકમાંથી 56 બેઠકો ભાજપને મળી છે. એક વોર્ડમાં ગણતરી ચાલી રહી છે.
વાપી મહાનગરપાલિકામાં ભાજપની જીત
વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 52 સીટોમાંથી ભાજપે 37 બેઠકો કબજે કરી છે. આથી કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છે. વાપી મહાનગરપાલિકાની યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં ભાજપે મેદાન મારતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે.
નવસારી મનપામાં ભાજપની જીત
નવસારી મહાનદરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની 50 બેઠકો પર જીત થઈ છે. કૉંગ્રેસના ખાતામાં 2 બેઠકો આવી છે.
આ 15 મહાનગરપાલિકામાં ભાજપની જીત
વાપીમોરબીનવસારીનડિયાદકરમસદ-આણંદસુરતમહેસાણાજામનગરભાવનગરસુરેન્દ્રનગરવડોદરાઅમદાવાદરાજકોટપોરબંદરગાંધીધામ
ગુજરાતની15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 26,196 બેઠકો પર ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા
નગરપાલિકાની સ્થિતિ: રાજ્યની 84 નગરપાલિકાઓમાં ભાજપે સપાટો બોલાવતા 1676 બેઠકો પર કબ્જો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 367 બેઠકો પર સમેટાઈ ગઈ છે.
જિલ્લા પંચાયતની સ્થિતિ: 34 જિલ્લા પંચાયતોમાં પણ ભાજપનો જ દબદબો જોવા મળ્યો છે. ભાજપે અહીં 701 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, તો તેની સામે કોંગ્રેસને ફક્ત 103 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.
તાલુકા પંચાયતની સ્થિતિ: 260 તાલુકા પંચાયતોના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમળ જ ખીલ્યું છે. અહીં ભાજપે જંગી બહુમતી સાથે 2943 બેઠકો પોતાના નામે કરી લીધી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 769 બેઠકો આવી છે.
અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપની જીત
બપોર સુધીના ટ્રેન્ડ અનુસાર રાજ્યમાં સ્થાનિક સ્વાજ્યની ચૂંટણીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ચારેય તરફ ભાજપનો ભગવો લહેરાયો છે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમુક બેઠકો પર આગળ છે પરંતુ સમગ્ર પરિસ્થિતી જોતા સર્વત્ર કેસરિયો લહેરાયો છે. મતદારોએ ફરીથી ભાજપ ઉપર ભરોસો મૂકયો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, નગરપાલિકાઓ ભાજપ કબ્જે કરવામાં ફરી સફળ થયું છે. રાજયમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.
