Gujarat Monsoon And Rain Updates: ગુજરાતમાં ફરી એકવાર આજે વરસાદને લઇને મોટી આગાહી કરવામાં આવી છે, આજે સવારે 10 વાગ્યની આસપાસ ત્રણ કલાકમાં ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે રાજ્યના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો સામેલ છે. હવામાન વિભાગે ટૂંકાગાળાની 7થી 10 વાગ્યા સુધીની આગાહી કરી છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી અને ખેડામાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેની અસર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ટૂંકાગાળાની આગાહીમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છના 20 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. 

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, 26મીની સાંજથી શરુ થયા બાદ 27મીની સવાર સુધી છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આજના દિવસે પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં ટૂંકાગાળાની ત્રણ કલાકની આગાહીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે. 27મીની સવાર ઉત્તર ગુજરાત માટે ભારે રહેવાની આગાહી છે. ગુજરાતના હવામાન વિભાગની સવારના 7થી 10 વાગ્યા સુધીની આગાહીમાં 6 જિલ્લામાં વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ સાથે રાજ્યભરમાં છૂટોછવાયો સાર્વત્રિક વરસાદ રહેવાની સંભાવનાઓ પણ ટૂંકાગાળાની આગાહીમાં વ્યક્ત કરવામાં આવી છે.

ટૂંકાગાળાની આગાહીમાં જે 6 જિલ્લામાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે ત્યાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે અગાઉ જ ઉત્તર ગુજરાતમાં તથા મધ્યપ્રદેશની બોર્ડર સાથે સંકળાયેલા રાજ્યમોમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 

આજના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સાથે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.