અમદાવાદ: ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. જેમાં ભાજપે શાનદાર જીત મેળવી હતી. 81 નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે 75 નગરપાલિકામાં પર ભાજપ જીત્યું હતું. જો કે, 81માંથી 4 નગરપાલિકામાં જ કૉંગ્રેસે કર્યો કબજો.. જ્યારે 2 નગરપાલિકા અન્ય પક્ષના ફાળે આવી.


રાજકોટની ગોંડલ નગરપાલિકાની તમામ 44 બેઠક પર ભાજપની જીત થઈ હતી. જ્યારે ગોંડલ પાલિકામાં કૉંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. મોરબી નગરપાલિકામાં પણ કૉંગ્રેસનો રકાસ થયો હતો. નગરપાલિકાની તમામ 52 બેઠક પર ભગવો લહેરાયો હતો. મોરબીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે.

જો કે, મોરબી જિલ્લાની જ માળિયા મિયાણા નગરપાલિકાની તમામે તમામ 24 બેઠક કૉંગ્રેસે જીતી સાટો વાળ્યો. અહીં ભાજપનો એક પણ ઉમેદવાર જીતી ન શક્યો.
નગરપાલિકાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને ગોધરા અને મોડાસામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગોધરા નગરપાલિકાની 44 બેઠકોમાંથી 8 બેઠકો પર AIMIM એ ઉભા રાખ્યા હતા પોતાના ઉમેદવાર..જેમાના 7 ઉમેદવારોની જીત થઈ છે.

જ્યારે મોડાસા નગરપાલિકામાં તો AIMIM 9 બેઠકો જીતી મુખ્ય વિપક્ષી દળ બન્યું છે. મોડાસા પાલિકાની કુલ 36 બેઠકોમાંથી 19 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસના ખાતામાં આવી છે 8 બેઠક..એટલે કે, કૉંગ્રેસ કરતાં AIMIMને એક બેઠક વધુ મળી છે. આ ઉપરાંત ભરૂચમાં પણ એક સીટ પર AIMIMની થઈ છે જીત.