આણંદઃ રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wave) વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ (Gujarat Corona Cases) સામે આવી રહ્યાં છે. ગુજરાતના એનસીપી (Gujarat NCP Presidnet) પ્રમુખ અને ઉમરેઠના ધારાસભ્ય (Umreth MLA) જયંત બોસ્કીએ (Jayant Boski) મુખ્યમંત્રીને (CM Vijay Rupani) પત્ર લખીને લોકડાઉન (Lockdown) એક માત્ર વિકલ્પ હોવાનું જણાવ્યું હતું.
શું લખ્યું પત્રમાં
તેમણે પત્ર લખીને કહ્યું, કોરોનાની મહામારી દિન પ્રતિદિન વધી રહી છે. રાજ્યમાં હાલ સ્થિતિ ગંભીર બની રહી છે. અત્યારની સ્થિતિ પ્રમાણે આગળના સમયમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેમ દેખાઈ રહ્યું છે. હોસ્પિટલ્સ બધા દર્દીઓથી ભરાઈ ગઈ છે અને રેમડેસિવિર ઈન્જેક્શન પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. આ મહામારી વધુ ના ફેલાય અને કોરોનાની ચેન તોડવા માટે ગુજરાતમાં લોકડાઉન એક માત્ર ઉપાય છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 12 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
45,872 |
336 |