Gujarat Local Body Election 2025: ગુજરાતમાં આજે 68 નગરપાલિકાઓ માટે મતદાન યોજાઇ રહ્યુ છે. વહેલી સવારથી શરૂ થયેલા મતદાનમાં અત્યાર બપોર સુધી લગભગ 20 ટકાથી વધુ મતદાન થઇ ચૂક્યુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસની સાથે સાથે અન્ય પક્ષોના ઉમેદવારો અને કાર્યકર્તાઓ જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યાં છે. આજે રાજ્યની 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. જુઓ...

ભાજપના પ્રવકતા ઋત્વિજ પટેલઅમદાવાદ ઘાટલોડિયા વોર્ડ ની પેટાચૂંટણીમાં ભાજપના પ્રવકતા ઋત્વિજ પટેલે મતદાન કર્યું હતું. જેમાં મતદાન બાદ ઋત્વિજ પટેલે જીતની આશા વ્યક્ત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે પરિણામ દિવસે અનેક કોંગ્રેસના કાર્યકરો ડિપોઝિટ ડુલ થશે. દેશ અને રાજ્યમાં અનેક ચૂંટણીમાં કોંગ્રેસને જનતાએ જાકારો આપ્યો છે. કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવારો પણ નહોતા. જ્યાં ઇવીએમ ખામી સર્જાઈ ત્યાં ટેકનિકલ ટિમ કામ કરી રહી છે. સાત વર્ષ ચૂંટણી અંગે કહ્યું કે ચૂંટણી પંચે ખામીઓ દૂર કરી છે. પાંચ વર્ષે ચૂંટણી ના થઈ તેના કારણો છે પણ લોકોના કામ અટકયા નથી.

રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીઅમરેલીમાં જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં ધીમીધારે મતદાન થઇ રહ્યું છે. ત્યારે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. જેમાં હીરા સોલંકીએ સહ પરિવાર સાથે વોર્ડ નંબર 6 ની તાલુકા શાળા ખાતે મતદાન કર્યું હતું. જાફરાબાદ પાલિકા ભાજપની બિનહરીફ થઈ છે. જેમાં 10 બેઠકોની ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે. જેમાં હીરા સોલંકીએ મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી હતી.

ધારાસભ્ય લલિત વસોયારાજકોટના ધોરાજી નગર પાલિકાની ચૂંટણીમાં સવારથી જ શાંતિ પૂર્વક મતદાનનો પ્રારંભ થયો હતો. જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આદર્શ સ્કૂલ ખાતે મતદાન કર્યુ હતું. લલિત વસોયાએ પોતાના માતૃ સાથે મતદાન કરીને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. કોંગ્રેસનું સાશન આવશેનો પણ લલિત વસોયાએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

ધારાસભ્ય કનુ પટેલઅમદાવાદની સાણંદ નગરપાલિકામાં મતદાન શરૂ થતા ધારાસભ્ય કનુ પટેલે મતદાન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે નાગરિકો વિકાસના કામને લઈને મતદાન કરશે. કરોડો ના કામ હજુ પણ પાઇપલાઇન માં છે. આવનારા દિવસોમાં વધુ વિકાસના કામ થશે.

મંત્રી કુંવરજી બાવળીયાએ કરી મતદાન કરવાની અપીલમંત્રી કુંવરજી બાવળીયાએ અલગ અલગ મતદાન મથકોમાં જઈને મતદારોને અપીલ કરી કે મતદારો પોતાનો મત અધિકાર ઉપયોગ કરે. લોકો પોતાના પરિવાર સાથે મળી વધારેમાં વધારે મતદાન થાય તેવી અપીલ કરી.

ધાનપુરના પીપેરોમાં રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે મતદાન કર્યુંદેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણીમાં ધાનપુરના પીપેરોમાં રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે મતદાન કર્યું. મંત્રી મતદાન મથક બહાર પૂજાપાઠ કરી મતદાન કેન્દ્રમાં પ્રવેશ્યા, મતદાન કેન્દ્ર બહાર નાળિયેર વધેરી મંત્રી મતદાન કેન્દ્રમાં પ્રવેશ્યા.

ધંધુકામાં પણ લગ્ન પહેલા વરરાજાએ મતદાન કર્યુંધંધુકા નગરપાલિકા ચૂંટણી મતદાનનો આરંભ થઈ ચુક્યો છે. અહીં લગ્ન પહેલા વરરાજાએ મતદાન કર્યું છે. વરરાજા જિજુવાડિયા જાન લઈને જતા પહેલા મતદાન કર્યું. તો બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં પણ વરરાજાએ મતદાન કર્યું. વરરાજાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. ઢોલનગારા સાથે વાજતે-ગાજતે વરરાજા મતદાન કરવા પહોંચ્યો. લગ્નની વિધી પહેલા વરરાજાએ મતદાન કર્યું. તો તમામ લોકોએ સમય કાઢીને ફરજિયાત મતદાન કરવું જોઈએ એવી વરરાજાએ અપીલ કરી.

આજે સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમનો મત આપી શકશે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા છે.

આ પણ વાંચો

Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી