શોધખોળ કરો

Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા

Devbhumi Dwarka News: ખેડૂતોની આ રજૂઆતોને ગંભીરતાથી લઈને જામખંભાળિયા કલેક્ટર કચેરીમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધીશો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સાંસદ પૂનમ માડમે ખેડૂતોના વળતર મુદ્દે અવાજ ઉઠાવ્યો.
  • GSPCL પ્રોજેક્ટ માટે સંપાદિત જમીનનું ઓછું વળતર મુદ્દો હતો.
  • તેમણે અધિકારીઓને વિકાસના નામે ખેડૂતોને ન્યાય આપવા કહ્યું.
  • માડમે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા ખાસ સમિતિ માંગી.

Devbhumi Dwarka News: દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા સ્થિત કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાજપના સાંસદ પૂનમ માડમે સરકારી પ્રોજેક્ટ માટે ખેતીની જમીન સંપાદિત કરવા સામે ખેડૂતોને વાજબી વળતર આપવા મુદ્દે અધિકારીઓ સમક્ષ મક્કમતાથી અવાજ ઉઠાવ્યો હતો. તેમણે અન્નદાતાઓના હિતોનું રક્ષણ કરવા અને યોગ્ય નિવેડા લાવવાના આશયથી વહીવટી સત્તાધીશો સાથે સીધી ચર્ચા કરી હતી.

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPCL) દ્વારા વિસ્તારમાં ગેસ પાઈપલાઈન નાંખવાના પ્રોજેક્ટ માટે ખેડૂતોની કિંમતી ખેતીની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંપાદન સામે સ્થાનિક ખેડૂતોને અપેક્ષા મુજબનું યોગ્ય અને પૂરતું વળતર ન મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી. ખેડૂતોની આ રજૂઆતોને ગંભીરતાથી લઈને જામખંભાળિયા કલેક્ટર કચેરીમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધીશો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન સાંસદ પૂનમ માડમે આક્રમક વલણ અપનાવતા અધિકારીઓને સ્પષ્ટ સંભળાવ્યું હતું કે, જ્યારે ખેડૂત પોતાની ફળદ્રુપ જમીન જાહેર હિત કે પ્રોજેક્ટ માટે આપતો હોય, ત્યારે તેને પોતાની જ જમીનનો ભાવ કે વળતર નક્કી કરવાનો અધિકાર કેમ ન હોવો જોઈએ? અધિકારીઓની મનસ્વી નીતિઓ સામે સવાલ ઉઠાવી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિકાસના નામે ખેડૂતોના આર્થિક હિતોનો બલિ ભોગ લેવાવો જોઈએ નહીં. આ બેઠક પૂર્ણ થયા બાદ તેમણે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ મૂકીને ખેડૂતોની સમસ્યાઓના યોગ્ય અને કાયમી ઉકેલ માટે ખાસ સમિતિ (કમિટી) રચવાની માગણી કરી હતી.

Smart Meter: વીજગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ગુજરાતમાં 1.20 કરોડ ઘરોમાં ફરજિયાત લાગશે સ્માર્ટ મીટર

સાંસદ પૂનમ માડમના આ કડક વલણથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમને વ્યાજબી ન્યાય મળવાની આશા જાગી છે. વહીવટી તંત્ર પણ હવે જમીન સંપાદન અને વળતર નીતિ અંગે ફેરવિચારણા કરવા મજબૂર બન્યું છે. જો તંત્ર દ્વારા ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે ખાસ કમિટીની રચના કરવામાં આવશે, તો ભવિષ્યમાં સરકારી પ્રોજેક્ટ્સ અને જમીનમાલિકો વચ્ચે થતા વિવાદો ટાળી શકાશે અને અન્નદાતાઓને તેમનો ન્યાયી હક મળી શકશે.

Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
ગુજરાતમાં મેઘમહેર: 12 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, 5 તાલુકામાં 4 ઇંચથી વધુ ખાબક્યો, જુઓ રિપોર્ટ
ગુજરાતમાં મેઘમહેર: 12 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, 5 તાલુકામાં 4 ઇંચથી વધુ ખાબક્યો, જુઓ રિપોર્ટ
Kutch Rain: કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ,  ભૂજ-અંજાર અને માંડવીમાં જળબંબાકાર
Kutch Rain: કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ,  ભૂજ-અંજાર અને માંડવીમાં જળબંબાકાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?
મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?
IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

Embed widget