સાબરકાંઠાઃ ગુજરાતના વધુ એક જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. સાબરકાંઠા જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. જિલ્લામાં પ્રથમ ઓમીક્રોન કેસ નોંધાયો છે. દર્દી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઇડરના ભદ્રેસરની મહિલાને ઓમિક્રોન પોઝીટીવ આવ્યો છે. કેનેડાથી આવ્યા બાદ તેમના પતિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. મહિલાએ ફાયઝરના રસીના બે ડોઝ લીધા છે. આરોગ્ય વિભાગ દ્વારા માહિતી એકઠી કરાઈ રહી છે.


દેશ અને દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધતા લોકો ચિંતામાં છે. ગુજરતામાં પણ કોરોના વાયરસના વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના 24 કેસ નોંધાયા છે. ઓમિક્રોનના 24 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ 13 કેસ નોંધાયા છે. જેમાં 13 લોકો ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધારવતા હતા. 4 લોકો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. 


રાજ્યમાં આજે જે ઓમિક્રોનના 24 નવા કેસ નોંધાયા તેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 13, અમરેલી 1, આણંદ, 1, ભરુચ 1, ગાંધીનગર કોર્પોરેશન 4, રાજકોટ કોર્પોરેશન 3 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 73 પર પહોંચી ગઈ છે. જેમાંથી 17 લોકોને ડીસ્ચાર્જ કરાયા છે. 


રાજ્યમાં કોરોનાના નવા  કેસ 200ને પાર



છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા  કેસ 200ને પાર થયા છે. રાજ્યમાં આજે 204 કેસ નોંધાયા છે.   બીજી તરફ 65  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,363  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.65 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે.  આજે 4,02,136  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 97, રાજકોટ કોર્પોરેશનમાં 33,  સુરત  કોર્પોરેશનમાં 22, વડોદરા  કોર્પોરેશનમાં 16,  ગાંધીનગર કોર્પોરેશનમાં 4, ખેડામાં 4, મહિસાગરમાં 3, રાજકોટ 3, અમદાવાદ 2, આણંદ 2, ભરુચ 2, કચ્છમાં 2,  બનાસકાંઠામાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, દાહોદ 1, ગાંધીનગર 1, જામનગર કોર્પોરેશનમાં 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 1,  મહેસાણામાં 1, નવસારીમાં 1, પંચમહાલમાં 1, સુરતમાં 1, સુરેન્દ્રનગર 1, વડોદરા 1 અને વલસાડમાં 1 નવો કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1086  કેસ છે. જે પૈકી 14 વેન્ટીલેટર પર છે, જ્યારે 1072 નાગરિકો સ્ટેબલ છે. 8,18,363 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10114 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે જામનગર કોર્પોરેશનમાં 1 મોત થયું છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 2558 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 13944 લોકોને પ્રથમ અને 87118 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 44380 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 254129 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 4,02,136 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,85,98,366 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.