ગાંધીનગર:  જુનિયર ક્લાર્કનું પેપરલિક લીક થવા મુદ્દે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સંદીપ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત બહારની સંગઠિત ગેંગ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. આ મામલે 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 100 દિવસમાં આ પરીક્ષા લેવામાં આવશે. શાળાઓ અને અન્ય પરીક્ષાઓને ધ્યાનમાં રાખી પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા આપવા માટે મુસાફરી વ્યવસ્થા કરવામાં આવશે.


તમને જણાવી દઈએ કે, આજે ગુજરાત પંચાયત સેવા પસંદગીના જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની પરીક્ષા હતી. સાડા નવ લાખ જેટલા ઉમેદવારો આજે આ પરીક્ષા આપવાના હતા પરંતુ પેપર લીક થવાના કારણે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી જેને લઈને ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા. આખી રાત મુસાફરી કરીને પરીક્ષા કેન્દ્રમાં પહોંચ્યા અને ત્યારે જ સમાચાર આવ્યા કે પેપર લીક થયું છે. જેને લઈને તમામ ઉમેદવારોમાં એક રોષ જોવા મળ્યો. એક પછી એક દર વર્ષે પેપર લીક થવાના કારણે વિદ્યાર્થીઓનો નિરાશા સાંપડે છે અનેક વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે પણ આવ્યા પરંતુ પ્રશાસનની બેદરકારીના કારણે આ પરીક્ષા મોકૂફ રહી.


પેપર ફોડનાર આરોપીને ATSએ મધરાત્રે જ કરી લીધા હતા અરેસ્ટ


જુનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર ફોડવાનો સમગ્ર પર્દાફાશ કરવામાં ATSને મોટી સફળતા મળી છે. ATSને ગત રાત્રે જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આજે યોજનાર જુનિયર કલર્કની પરીક્ષાના પેપરના કેટલાક ભાગ લીક થતા પરીક્ષાર્થીઓ નિરાશ થયા હતા જો કે આ પેપર હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયા હતા અને અહીંથી જ લીક થયા હતા અન વડોદરા માંજલપુર વિસ્તારમાં પહોંચ્યા હતા. પેપેર કોભાડમાં વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ATSએ ધરપકડ કરવામાં આવી છે. સરકારે આ કૌભાંડ સવારે મીડિયા દ્રારા પ્રકાશમાં આવ્યું પહેલા જ ATSએ આરોપીની ધરપકડ કરી લીધી હતી. ATSસે રાત્રે 2.14 કલાકે આરોપીની ધરપકડ કરી હતી. જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઇ જતાં તેના ફૂટેજ સામે આવ્યો છે.


11  ગુજરાત બહારનાં આરોપીઓ


 આ ઘટનામાં 15 આરોપી સામે કાર્યવાહી થઇ રહી છે. જેમાં 4 શખ્સ ગુજરાતના છે તો 11 લોકો પરપ્રાતિય હોવાનુ સામે આવ્યું છે. આ 11 લોકો ઓડિશા, યુપી અને બિહારના હોવાનું સામે આવ્યું છે.


પેપર લીક પરીક્ષાર્થીઓ નિરાશા


રાજ્ય સરકાર ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં નિષ્ફળ ગઇ છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલા પેપર લીક થતા પરીક્ષા મોકૂફ રખાઇ છે.  પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી.


29 જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવાની હતી.  જેના માટે રાજ્યભરમાં 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષા  2 હજાર 995 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાવવાની હતી. જો કે વારંવાર સરકારી નોકરી માટેની પરીક્ષાના પેપર ફૂટતા બેરોજગાર પરીક્ષાર્થીઓમાં ઘોર નિરાશા જોવા મળી રહી છે.જુનિયર ક્લાર્ક પરીક્ષા નું પેપર ફૂટવાનો મામલે  એન.એસ.યુ.આઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.


આ કૌભાંડનો મુખ્ય આરોપી પ્રદીપ નાયક  હોવાનું સામે આવ્યું છે. વડોદરા સેન્ટર પર જવાબ બતાવવાના હતા. તો અન્ય આરોપી કેતન બારોટ નામનો  અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે. ગઈ રાત્રે તમામ માહિતી એટીએસ ને મળી હતી.બે આરોપી કેતન અને ભાસ્કર અગાઉ સીબીઆઈ માં 2019 માં પકડાયા હતા, ચાર દિવસથી ગુજરાત એટીએસ ઇનપુટ એકત્રિત કરી રહી હતી,ગુજરાત ના અલગ અલગ શહેરોમાં એટીએસની ટીમો  કાર્યરત હતી. વડોદરા માં કેસની સફળતા મળતા સરકારને જાણ કરાઈ.