Gujarat Police special drive: દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અને ગુજરાત ATS દ્વારા પકડાયેલા હથિયારોના જથ્થા બાદ રાજ્ય પોલીસ સતર્ક થઈ ગઈ છે. રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને અભેદ બનાવવા માટે પોલીસ વડા (DGP) વિકાસ સહાય દ્વારા 17 નવેમ્બરે એક વિશેષ ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા હતા. આ ડ્રાઈવ અંતર્ગત રાજ્યભરની પોલીસે માત્ર 100 કલાકના ટૂંકા ગાળામાં છેલ્લા 30 વર્ષના રેકોર્ડ તપાસીને 31,834 જેટલા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓનું સઘન વેરિફિકેશન પૂર્ણ કર્યું છે. આ તપાસમાં TADA, UAPA અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓના આરોપીઓની વર્તમાન સ્થિતિ ચકાસવામાં આવી હતી.

Continues below advertisement

સુરક્ષા માટે 100 કલાકનું અલ્ટીમેટમ

તાજેતરમાં બનેલી આતંકવાદી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે સુરક્ષા એજન્સીઓને 'હાઈ એલર્ટ' મોડમાં મૂકી દીધી હતી. તેમણે તમામ જિલ્લા અને શહેરના પોલીસ વડાઓને સ્પષ્ટ તાકીદ કરી હતી કે છેલ્લા ત્રણ દાયકામાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનેગારોનું વેરિફિકેશન કરીને તેમનું 'ડોઝિયર' (Dossier) તૈયાર કરવામાં આવે. આ કામગીરી માટે માત્ર 100 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, જેને રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.

Continues below advertisement

30 વર્ષના ડેટાબેઝનું પૃથ્થકરણ

ગુજરાત પોલીસે આ મેગા ડ્રાઈવ દરમિયાન છેલ્લા 30 વર્ષના ડેટાબેઝને ઝીણવટભરી રીતે તપાસ્યો હતો. આ તપાસમાં સામાન્ય ગુનેગારો નહીં, પરંતુ અન લૉ ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ (UAPA), ટેરેરિસ્ટ ડિસરપ્ટીવ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ (TADA), NDPS એક્ટ, આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ અને ફેક કરન્સી જેવા દેશની સુરક્ષાને જોખમમાં મૂકતા કાયદાઓ હેઠળ પકડાયેલા આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘરે-ઘરે જઈને આ શખ્સો હાલ ક્યાં છે, શું કરે છે અને તેમની નોકરી-ધંધાની વિગતો મેળવી હતી.

તપાસમાં સામે આવેલા ચોંકાવનારા આંકડા

શ્રી વિકાસ સહાયે ડ્રાઈવના પરિણામો જાહેર કરતા જણાવ્યું હતું કે, તપાસાયેલા કુલ 31,834 આરોપીઓમાંથી:

11,880 આરોપીઓ (લગભગ 37%) મળી આવ્યા છે, જેમના ડોઝિયર તૈયાર કરી દેવાયા છે.

2,326 આરોપીઓનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

3,744 આરોપીઓએ પોતાના રહેણાંકના સરનામાં બદલી નાખ્યા છે.

4,506 આરોપીઓ હાલમાં ગુજરાત રાજ્યની બહાર છે.

બીજા તબક્કાનો એક્શન પ્લાન તૈયાર

પ્રથમ તબક્કાની સફળતા બાદ હવે પોલીસ બીજા તબક્કાની તૈયારી કરી રહી છે. જે 3,744 આરોપીઓએ સરનામાં બદલ્યા છે, તેમના નવા સરનામે જઈને તપાસ કરવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે રાજ્ય બહાર રહેલા 4,506 આરોપીઓ માટે પણ ખાસ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવામાં આવી રહી છે. પોલીસ હવે રાજ્ય બહાર જઈને પણ આ આરોપીઓનું ચેકિંગ કરશે અને તેમના ડોઝિયર તૈયાર કરશે, જેથી રાષ્ટ્રવિરોધી તત્વો પર કાયમી અને મજબૂત નિયંત્રણ સ્થાપિત કરી શકાય.