અમદાવાદ:  રાજ્યમાં આજથી હેલ્મેટ ડ્રાઈવ શરુ  કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતના તમામ શહેરોમાં  ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ ન પહેરનારા ટૂ વ્હીલર  વાહનચાલકોને અટકાવીને ફરિયાદો નોંધવામાં આવી હતી. પોલીસની હેલ્મેટ ડ્રાઈવની કાર્યવાહી વચ્ચે ઘણા વાહનચાલકોએ હેલ્મેટ ન પહેરવાના બહાના બતાવ્યા હતા.

ગેરકાયદે LED લાઈટ હશે તો કડક કાર્યવાહી કરાશે

ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ વિસ્તારોમાં આ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવશે.  રોંગ સાઈડ, વાહનોમાં ગેરકાયદે LED લાઈટ હશે તેવા ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. નો-પાર્કિંગમાં વાહનો પાર્ક કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

Continues below advertisement
Continues below advertisement

નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક કાર્યવાહી

ગુજરાત પોલીસની આ ટ્રાફિક ડ્રાઈવ આજથી 15 દિવસ સુધી ચાલશે.  તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસવડાને ખાસ  સૂચનાઓ આપવામાં આવી છે. ટ્રાફિક ડ્રાઈવની કામગીરીનો રોજ રીપોર્ટ  મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે.  ટ્રાફિક પોલીસની ડ્રાઈવ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઇવ, રોન્ગ સાઈડ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અકસ્માતોને અંકુશમાં લેવા માટે ટ્રાફ્રિક ડ્રાઈવ

ગેરકાયદેસર એલઈડી લાઈટ, ગેરકાયદેસર પાર્કિંગ અને  નંબર પ્લેટ વગરના વાહનો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોડીફાઇડ લાઈટના કારણે અકસ્માત થવાની ભીતિ સર્જાય છે. મોડીફાઈડ લાઈટોના  કારણે સામે વાહન ચાલકની આંખો અંજાઈ જાય છે પરિણામે ગંભીર અકસ્માતોની ઘટના બને છે. વધતા જતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા માટે ટ્રાફ્રિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે.  રોન્ગ સાઈડ, બ્લેક કાચ આ પ્રકારના ગુના સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આજથી 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી સમગ્ર ગુજરાતમાં 15 દિવસ સુધી ખાસ 'ટ્રાફિક ડ્રાઇવ'નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.   તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસવડાને ખાસ  સૂચનાઓ આપવામાં આવી છે. ટ્રાફિક ડ્રાઈવની કામગીરીનો રોજ રીપોર્ટ  મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના એસજી હાઈવે પર પોલીસે મેગા ડ્રાઈવ યોજી છે. સમગ્ર એસજી હાઈવે પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.  15 દિવસ સુધી ચાલનારી આ ટ્રાફિક ડ્રાઈવમાં દરેક શહેર અને જિલ્લામાં થયેલી કામગીરીનો રિપોર્ટ રોજેરોજ રાજ્ય પોલીસ વડાની કચેરીને ઇ-મેઇલ દ્વારા મોકલવાનો રહેશે.