શોધખોળ કરો

ગુજરાત PSI ભરતી: બિન હથિયારી PSI પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર, જાણો કટ ઓફ સાથે સંપૂર્ણ વિગતો

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSI નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યું છે. 472 જગ્યાઓ માટે પસંદગી પામેલ ઉમેદવારો અને કેટેગરી વાઈઝ કટ ઓફની વિગતો અહીં જુઓ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

ગુજરાત પોલીસમાં કારકિર્દી બનાવવા માંગતા અને ખાખીનું સપનું જોતા હજારો યુવાનો માટે આજે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે, 23 ફેબ્રુઆરી, 2026 ના રોજ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા અંતર્ગત કામચલાઉ અને હંગામી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાત ક્રમાંક GPRB/202324/1 હેઠળ કુલ 472 જગ્યાઓ ભરવા માટે યોજાયેલી પરીક્ષાના આધારે તૈયાર કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત ભરતી બોર્ડે દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ યાદી પ્રસિદ્ધ કરી છે, જેથી સફળ ઉમેદવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ભરતી પ્રક્રિયાની સફર: 1.02 લાખ ઉમેદવારો વચ્ચે હતો જંગ

ઉલ્લેખનીય છે કે, 13 એપ્રિલ, 2025 ના રોજ બિન હથિયારી PSI ની 472 જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 1,02,935 ઉમેદવારોએ પોતાની કિસ્મત અજમાવી હતી. આ લાંબી અને પારદર્શક પ્રક્રિયા બાદ, પેપર 1 (પાર્ટ A અને B) માં ક્વોલિફાય થયેલા અને પેપર 2 માં હાજર રહેલા 49,269 ઉમેદવારોના ગુણ અગાઉ જાહેર કરાયા હતા. આ તમામ તબક્કાઓ બાદ, આજે જાહેર થયેલા મેરિટ લિસ્ટમાં 472 મુખ્ય ઉમેદવારો અને 95 ઉમેદવારોનો પ્રતીક્ષા યાદી (Waiting List) માં સમાવેશ કરવામાં આવ્યો છે.

દસ્તાવેજ ચકાસણી અને જાતિ પ્રમાણપત્રોનું સ્ટેટસ

ભરતી બોર્ડ દ્વારા ગત 05 ફેબ્રુઆરી, 2026 થી 10 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ઉમેદવારોના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જોકે, બોર્ડે સ્પષ્ટતા કરી છે કે આ યાદી માત્ર કામચલાઉ છે. ખાસ કરીને SC, ST અને SEBC કેટેગરીના ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ખરાઈ કરવાની પ્રક્રિયા હાલમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ ચાલુ છે. આ તપાસના અંતિમ નિર્ણય બાદ જ આખરી પસંદગી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

કેટેગરી વાઈઝ કટ ઓફ ગુણ (Provisional Cut off)

ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા મુખ્ય પસંદગી યાદીના કટ ઓફ આંકડા નીચે મુજબ છે:

કેટેગરી

પુરુષ ઉમેદવાર (Male)

મહિલા ઉમેદવાર (Female)

જનરલ (General)

229.75

216.25

EWS

227.75

211.25

SEBC

225.25

211.25

SC

221.75

209.25

ST

206.25

189.25

તેવી જ રીતે પ્રતીક્ષા યાદી માટે જનરલ પુરુષોમાં 225.75 અને મહિલાઓમાં 210.75 કટ ઓફ રહ્યું છે. સમાન ગુણ ધરાવતા કિસ્સામાં વધુ વય ધરાવતા ઉમેદવાર અને ત્યારબાદ વધુ ઊંચાઈ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

ઉમેદવારો વધુ માહિતી માટે અધિકૃત વેબસાઈટ gprb.gujarat.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Frequently Asked Questions

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કામચલાઉ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થયું?

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા અંતર્ગત કામચલાઉ મેરિટ લિસ્ટ 23 ફેબ્રુઆરી, 2026 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે.

આ ભરતી પ્રક્રિયામાં કુલ કેટલી જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી હતી?

આ જાહેરાત ક્રમાંક GPRB/202324/1 હેઠળ કુલ 472 જગ્યાઓ ભરવા માટે યોજાયેલી પરીક્ષાના આધારે તૈયાર કરવામાં આવી છે.

13 એપ્રિલ, 2025 ના રોજ લેખિત પરીક્ષામાં કેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો?

13 એપ્રિલ, 2025 ના રોજ યોજાયેલી બિન હથિયારી PSI ની લેખિત પરીક્ષામાં કુલ 1,02,935 ઉમેદવારોએ ભાગ લીધો હતો.

કામચલાઉ મેરિટ લિસ્ટમાં મુખ્ય અને પ્રતીક્ષા યાદીમાં કેટલા ઉમેદવારોનો સમાવેશ કરાયો છે?

કામચલાઉ મેરિટ લિસ્ટમાં 472 મુખ્ય ઉમેદવારો અને 95 ઉમેદવારોનો પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

SC, ST અને SEBC કેટેગરીના જાતિ પ્રમાણપત્રોની ખરાઈ ક્યારે પૂર્ણ થશે?

SC, ST અને SEBC કેટેગરીના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઈની પ્રક્રિયા હાલમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ ચાલુ છે. આ તપાસના અંતિમ નિર્ણય બાદ જ આખરી પસંદગી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
Advertisement

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 

Embed widget