AAP MLA Chaitar Vasava: ગુજરાતના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ભૂકંપ લાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત આપના કદ્દાવર નેતા ચૈતર વસાવાને લઇને વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં રાજપીપળા સેસન્સ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટ દ્વારા તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવ્યા બાદ હવે તેમને કેટલી સજા થશે તે અંગે કોર્ટ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Continues below advertisement

નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટે ડેડીયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને અન્ય છ સહ-આરોપીઓને વન વિભાગના કર્મચારી પર જીવલેણ હુમલો કરવા અને ધમકાવવાના હાઈપ્રોફાઈલ કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટના આ કડક વલણ અને ચુકાદાને પગલે સ્થાનિક આદિવાસી રાજકારણ અને આમ આદમી પાર્ટીના ખેમામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

Continues below advertisement

Panchmahal: પોલીસ બેડામાં ખળભળાટ, નાઈટ ડ્યુટી દરમિયાન GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી માર્યો

આ સમગ્ર મામલાની વિગત એવી છે કે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં જંગલ ખાતાની સરકારી જમીન અને ખેતીના વપરાશના વિવાદને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. આ વિવાદ એટલો વણસ્યો હતો કે ધારાસભ્ય અને તેમના સમર્થકો દ્વારા વન વિભાગના ઓન-ડ્યુટી કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને હવામાં ફાયરિંગ કરીને સરકારી તંત્રને ધમકાવવાનો પણ ગંભીર આરોપ લાગ્યો હતો. વન વિભાગ દ્વારા આ અંગે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. રાજપીપળા સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ ધ્યાને લીધા બાદ સ્પષ્ટ કર્યું કે કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી. કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની સહિત તમામ આઠેય આરોપીઓને સરકારી કર્મચારી પર હુમલો કરવા અને ફરજમાં રુકાવટ લાવવા બદલ કસૂરવાર ઠેરવી જેલની સજા ફટકારી છે. આ ચુકાદા બાદ ચૈતર વસાવા સામે વિધાનસભાનું સભ્યપદ ગુમાવવાનું સંકટ પણ તોળાઈ રહ્યું છે.