Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નડીયાદમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સીઝનનો 55.04 ટકા વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ કચ્છમાં 75.69 ટકા, તો સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 73.68 ટકા વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં 66.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સીઝનનો 34.68 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં ફક્ત 29.69 ટકા વરસાદ નોંધાયો છે.
ધોધમાર વરસાદને પગલે રાજ્યના 20 તાલુકામાં અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દ્વારકામાં સૌથી વધુ 237.66 ટકા તો માણાવદર અને પોરબંદરમાં અત્યાર સુધીમાં 150 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 11 તાલુકામાં ચોમાસાની સીઝનનો હજુ સુધી ફક્ત 20 ટકાથી પણ ઓછો વરસાદ વરસ્યો છે
જાણો ક્યા તાલુકામાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો?
-નડીયાદમાં સાડા ચાર ઈંચ
- વાસોમાં પોણા ચાર ઈંચ
- દાહોદ તાલુકામાં પોણા ચાર ઈંચ
- સંતરામપુરમાં સાડા ત્રણ ઈંચ
- ખેડાના મહુધામાં ત્રણ ઈંચ
- ઝાલોદમાં પોણા ત્રણ ઈંચ
-મોરવાહડફમાં બે ઈંચ
- લુણાવાડામાં બે ઈંચ
- સિંગવડમાં બે ઈંચ
- દાહોદના ફતેપુરામાં બે ઈંચ
- મહીસાગરના કડાણામાં બે ઈંચ
- પેટલાદમાં દોઢ ઈંચ
- આણંદમાં દોઢ ઈંચ
- સોજીત્રામાં દોઢ ઈંચ
- મહેમદાવાદમાં દોઢ ઈંચ
- ખેડામાં સવા ઈંચ
- લીમખેડામાં સવા ઈંચ
- મહીસાગરના વિરપુરમાં સવા ઈંચ
- દેવગઢબારીયામાં સવા ઈંચ
- કપડવંજમાં એક ઈંચ
- ખેડાના માતરમાં એક ઈંચ
- ખેડાના કઠલાલમાં એક ઈંચ
- ગોધરામાં એક ઈંચ
- ડાંગના આહવામાં એક ઈંચ
- વિજયનગરમાં એક ઈંચ
- બાલાસિનોરમાં એક ઈંચ
- નવસારીના વાંસદામાં પોણો ઈંચ
- દાહોદના સંજેલીમાં પોણો ઈંચ
- વડોદરાના કરજણમાં પોણો ઈંચ
- છોટા ઉદેપુરમાં પોણો ઈંચ
- ઈડરમાં પોણો ઈંચ
- દાહોદના ધાનપુરમાં પોણો ઈંચ
- ડાંગના વઘઈમાં પોણો ઈંચ
- અરવલ્લીના મેઘરજમાં પોણો ઈંચ
- સુરતના ઉમરપાડામાં પોણો ઈંચ
- મહીસાગરના ખાનપુરમાં પોણો ઈંચ
- ખંભાતમાં અડધો ઈંચ
- તારાપુરમાં અડધો ઈંચ
- સુબીરમાં અડધો ઈંચ
- ડેડીયાપાડા, ઉમરેઠમાં અડધો ઈંચ
- ગળતેશ્વર, ગરબાડામાં અડધો ઈંચ