Gujarat Rain And Weather: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવવાની આગાહી હવામાન વિભાગે કરી છે, આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વાવાઝોડા, ભારે પવન સાથે વરસાદ પડશે. શ્રાવણની શરૂઆતમાં જ રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત અને મધ્યથી લઇને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકશે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. 

Continues below advertisement

ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી 25 થી 29 જુલાઇના દિવસોમાં ઠેકઠેકાણે વરસાદી ઝાંપટા પડશે. છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા વિરામ પર હતા હવે ફરીથી એક્ટિવ મૉડમાં આવવાથી વાવાઝોડા સાથે વરસાદ ખાબકશે. નવસારી, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. વળી, 25 જુલાઈએ ડાંગ, સુરત, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે. 26 જુલાઈએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 26 જુલાઈએ સુરત, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નવસારી, ડાંગમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત 27 જુલાઇએ છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ, નર્મદા, વલસાડ, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહિસાગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં વરસાદની સંભાવના છે.

Continues below advertisement

28મીએ સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 29મી જુલાઈએ પાટણ, અરવલ્લી, મહિસાગર, કચ્છ, નવસારી, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજકોટ, જૂનાગઢ, બોટાદ, આણંદ, સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત જામનગર, દ્વારકા, બનાસકાંઠા, કચ્છનો સમાવેશ થાય છે. હાલમાં રાજ્યમાં ચોમાસાની પ્રવૃત્તિ ઓછી છે, જેના કારણે ગરમી ફરી વધી શકે છે. IMD એ કહ્યું છે કે હવે ચોમાસાની પ્રવૃત્તિ ઓછી રહેશે.