Gujarat Rain: લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાએ જોરદાર પધરામણી કરી છે, ઉત્તર ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારો પાણી પાણી થયા છે. ભારે વરસાદના કારણે ગુજરાતમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, જુનાગઢ, દ્વારકા, પોરબંદર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ ખાબક્યો છે.

આજે સવારથી શરૂ થયેલા વરસાદમાં સવારે 6 થી 8ની વચ્ચે 82 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ બે કલાકમાં મોરબીના માળિયા મીયાણામાં વરસાદે કહેર વર્તાવ્યો છે. અહીં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડતા લોકોને હાલાકી પહોંચી છે. જુઓ તાજા વરસાદી આંકડા...

24 કલાક રાજ્યના 234 તાલુકામાં વરસાદ વરસ્યો સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 5 ઈંચ વરસાદજામનગરના જામજોધપુરમાં 4.49 ઈંચ વરસાદવલસાડના ધરમપુરમાં 4.29 ઈંચ વરસાદનર્મદાના નાંદોદમાં 4.02 ઈંચ વરસાદરાજકોટના કોટડા સંઘાણીમાં 3.98 ઈંચ વરસાદવલસાડના પારડીમાં 3.90 ઈંચ વરસાદ

આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 82 તાલુકામાં વરસાદ વરસ્યો આજે બે કલાકમાં મોરબીના માળિયા મીંયાણામાં સૌથી વધુ વરસાદમાળિયા મિયાણામાં બે કલાકમાં 2.28 ઈંચ વરસાદ આજે બનાસકાંઠાના દાંતામાં બે કલાકમાં બે ઈંચ વરસાદઆજે દ્વારકાના ભાણવડમાં 1.14 ઈંચ વરસાદ આજે રાજકોટના જામકંડોરણામાં 1 ઈંચ વરસાદઆજે જામનગરના કાલાવડમાં 1 ઈંચ વરસાદઆજે ગીર સોમનાથના ઉનામાં પોણો ઈંચ વરસાદ

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી મુજબ, પોરબંદર જિલ્લામાં રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં 21 મીમી, રાણાવાવમાં 22 મીમી અને કુતિયાણામાં સૌથી વધુ 64 મીમી વરસાદ નોંધાયો છે. હાલમાં પણ પોરબંદર શહેરમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વિસનગરમાં સૌથી વધુ ત્રણ ઇંચ (73 મીમી) વરસાદ નોંધાયો છે. આ સિવાય, ઊંઝામાં 54 મીમી, ખેરાલુમાં 50 મીમી અને સતલાસણામાં 47 મીમી વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી હજુ પણ ધરોઈ ડેમમાં જમા થઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક થતા હવે આગામી વર્ષ પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય.