Gujarat Rain: જુલાઇની શરૂઆતમાં ચોમાસાના વરસાદનો બીજો મોટો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. આજથી 3જી જુલાઇથી હવામાન વિભાગે ઉત્તર ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા વરસશે. હાલમાં હવામાન વિભાગનું નવુ નાઉકાસ્ટ સામે આવ્યુ છે જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગે આજના દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં મેઘરાજા તબાહી બનીને ત્રાટકી શકે છે. આગામી એક કલાક માટે હવામાનનું નવુ નાઉકાસ્ટ એલર્ટ સામે આવ્યુ છે, જેમાં ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. નાઉકાસ્ટ એલર્ટ પ્રમાણે, આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદનું અનુમાન છે, આ ઉપરાંત પાટણ અને મહેસાણામાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 41 થી 61 કિમી પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતમાં વાદળો છવાયેલા રહેશે અને ઠેકઠેકાણે ભારેથી સામાન્ય વરસાદ વરસી શકે છે. 

આ ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મહિસાગર, પંચમહાલ, દાહોદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે. વડોદરા અને આણંદમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં હળવા વરસાદની આગાહી છે. રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢમાં હળવા વરસાદનું અનુમાન છે. ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચમાં વરસી શકે છે હળવો વરસાદ છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં હળવા વરસાદનું અનુમાન છે. નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી 'કહી ખુશી કહી ગમ' નો માહોલ છવાયો છે. કેમકે ક્યાંક વરસાદે તારાજી સર્જી છે, તો વળી ક્યાંક ખેતીમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વિજાપુરમાં 6.03 ઈંચ, વાલોડમાં 5.59 ઈંચ, ઉમરપાડામાં 5.31 ઈંચ, સુબીરમાં 4.25 ઈંચ, મહુવામાં 4 ઈંચ, દાંતીવાડામાં 3.62 ઈંચ, વ્યારામાં 3.25 ઈંચ, ડોલવણમાં 3.31 ઈંચ, કઠલાલ 3.15 ઈંચ, કપડવંજમાં 3.11 ઈંચ, બારડોલી 2.8 ઈંચ, મહુધા 2.76 ઈંચ, હિમતનગર 2.28 ઈંચ, સગબારા 2.2 ઈંચ અને સોનગઢમાં 2.2 ઈંચ નોંધાયો છે.