શોધખોળ કરો

Gujarat rain live updates: સુરતના માંગરોળમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા થયા

Gujarat rain live updates:  ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે.

LIVE

Key Events
gujarat rain live updates heavy rain lashes 195 talukas flood like situation in many areas Gujarat rain live updates: સુરતના માંગરોળમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા થયા
રાજ્યના કુલ 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે
Source : Photo Credit: AI

Background

Gujarat rain live updates:  ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. રાજ્યના કુલ 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં 15 તાલુકામાં 7થી 18 ઈંચ સુધીનો અતિભારે વરસાદ વરસ્યો છે, જ્યારે 38 તાલુકામાં 2થી 6.50 ઈંચ સુધી વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર અને વાહન વ્યવહાર પર અસર જેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણામાં 18.19 ઈંચ નોંધાયો છે. ત્યારબાદ કામરેજમાં 17.40 ઈંચ અને નવસારીમાં 15.28 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં પણ 14.09 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વલસાડ જિલ્લાના કપરાડામાં 12.68 ઈંચ, નવસારીના જલાલપોરમાં 11.02 ઈંચ તેમજ સુરતના બારડોલીમાં 9.37 ઈંચ વરસાદ નોંધાયો છે.

અન્ય વિસ્તારોની વાત કરીએ તો ડોલવણમાં 8.90 ઈંચ, સુરતના મહુવામાં 8.86 ઈંચ અને ડાંગ જિલ્લામાં પણ 8.86 ઈંચ વરસાદ નોંધાયો છે. ગણદેવીમાં 7.72 ઈંચ, વાલોડમાં 7.44 ઈંચ અને ચીખલીમાં 7.36 ઈંચ વરસાદ વરસ્યો છે. વ્યારામાં 6.65 ઈંચ, નાનાપોંઢામાં 6.38 ઈંચ, ઉમરપાડામાં 6.34 ઈંચ અને ચોર્યાસીમાં 6.26 ઈંચ વરસાદ નોંધાયો છે.

વધુમાં ધરમપુરમાં 5.98 ઈંચ, સોનગઢમાં 5.71 ઈંચ, વાંસદામાં 5.67 ઈંચ, વઘઈમાં 5.35 ઈંચ અને ખેરગામમાં 5.31 ઈંચ વરસાદ નોંધાયો છે. પારડીમાં 4.92 ઈંચ, માંડવીમાં 4.88 ઈંચ, ઉકાઈમાં 4.72 ઈંચ અને વલસાડમાં 4.02 ઈંચ વરસાદ વરસ્યો છે. નેત્રંગમાં 3.66 ઈંચ, નાંદોદમાં 3.58 ઈંચ, દહેગામમાં 3.50 ઈંચ, ડેડીયાપાડામાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ઓલપાડમાં 3.07 ઈંચ, વાગરામાં 2.99 ઈંચ, ઉમરગામમાં 2.95 ઈંચ, પ્રાંતિજમાં 2.87 ઈંચ, ધનસુરામાં 2.83 ઈંચ અને હાંસોટમાં 2.76 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક નદી-નાળાઓમાં જળસ્તર વધ્યું છે અને સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા રાખવા તેમજ જરૂરી સાવચેતીના પગલાં લેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

11:07 AM (IST)  •  10 Jul 2026

મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં 12 જિલ્લાના ખેડૂતો અને સરપંચની  બેઠક મળી

મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં 12 જિલ્લાના ખેડૂતો અને સરપંચની  બેઠક મળી છે. ખેડૂત આંદોલન પાર્ટ-3 શરૂ કરવાને લઈ  2 દિવસની બેઠક મળી હતી. 2 દિવસ દરમિયાન સૂચનો એકત્ર કરીને આગળની રણનીતિ તૈયાર કરાશે. રાજ્ય સ્તરે પણ એક કમિટી બનાવવા અંગે ચર્ચા કરાઈ છે. 

15:04 PM (IST)  •  08 Jul 2026

સુરતના માંગરોળમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા થયા

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ વચ્ચે સુરત જિલ્લાના માંગરોળ પંથકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે, જેના લીધે માંગરોળનો વેલછાથી સેંથી ગામને જોડતો મહત્વનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કોઝવે પર પાણી ફરી વળતા આ માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Advertisement

વિડિઓઝ

Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
Embed widget