Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાએ દમદાર બેટિંગ શરૂ કરી દીધી છે. તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં આજે પાંચ જિલ્લામાં અને બે સંઘપ્રદેશમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ હોવાથી અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકશે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદના ભારે રાઉન્ડથી તબાહી મચી છે, સૌરાષ્ટ્રના મેંદરડામાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. રાજ્યમાં હજુ પણ આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે ભારે વરસાદની આગાહી છે જેમાં પાંચ જિલ્લા અને બે સંઘપ્રદેશમાં વરસાદનું રેડ એલર્ટ અપાયુ છે. અમરેલી, ભાવનગર, સુરતમાં અતિભારે વરસાદનું એલર્ટ અપાયુ છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. 12 જિલ્લા અને સંઘપ્રદેશ દીવમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાવામાં આવ્યુ છે, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે. રાજ્ય પર એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને પાંચ દિવસ દરિયો ના ખેડવા સૂચના અપાઇ છે.
હવામાન વિભાગમાં આજે 20 ઓગસ્ટથી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારના દિવસે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને કચ્છમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.