Rain News: ગુજરાતમાં ચોમાસાએ ગતિ પકડી છે, નૈઋત્યના ચોમાસાએ તબાહી મચાવી દીધી છે, ખાસ કરીને દક્ષિણમાં છેલ્લા 24 કલાકમાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે. તાજા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 87 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધારે વલસાડના કપરાડામાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે, આ વખતે રાજ્યમાં દક્ષિણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે દક્ષિણ ગુજરાતને પાણી પાણી કરી દીધુ છે. 24 કલાકમાં સૌથી વધુ તાપી જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. કપરાડામાં સવા ચાર ઇંચ પડતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે, આ ઉપરાંત ડોલવણમાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો છે. જુઓ અહીં આંકડા...

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 87 તાલુકામાં ખાબક્યો વરસાદસૌથી વધારે વલસાડના કપરાડામાં સવા ચાર ઈંચ વરસાદતાપીના ડોલવણમાં અઢી ઈંચ વરસાદડાંગના સુબિરમાં પોણા બે ઈંચ વરસાદવલસાડના ઉમરગામમાં દોઢ ઈંચ વરસાદવલસાડના ધરમપુરમાં સવા ઈંચ વરસાદવાપીમાં એક ઈંચ વરસાદખેરગામ, કુકરમુંડામાં એક ઈંચ વરસાદપારડી અને વિજયનગરમાં પોણો ઈંચ વરસાદ77 તાલુકામાં અડધો ઈંચ સુધીનો વરસાદ

જૂન મહિનામાં ગુજરાતમાં સરેરાશથી 115 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી 105 ટકા વધુ વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ સાબરકાંઠામાં 269 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આણંદમાં સરેરાશથી 218 ટકા અને પંચમહાલમાં 193 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે છોટાઉદેપુરમાં 182 ટકા અને નર્મદા-અરવલ્લીમાં 168 ટકા વધુ વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે, જૂન મહિનામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ત્યારે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે જૂન મહિનમાં ગુજરાતમાં સરેરાશ કરતાં 115 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. સામાન્ય રીતે જૂન મહિનામાં ગુજરાતમાં સરેરાશ 4.3 ઈંચ વરસાદ વરસતો હોય છે. જેની સામે જૂન 2025માં 9.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જે સમગ્ર ભારતમાં બીજા સ્થાને નોંધાયેલ સૌથી વધુ વરસાદ છે. નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી 105 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે બાકીના ગુજરાતમાં સરેરાશથી 124 ટકા વધુ વરસાદ વરસ્યો છે.