IMD Gujarat Rain Data: લાંબા સમય બાદ ગુજરાતમાં શરૂ થયેલા વરસાદ ભારે તબાહી મચાવી છે, છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર વિસ્તાર પાણી પાણી થયો છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં સવારમાં 10 વાગ્યા સુધી રાજ્યના કુલ 67 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ તલાલાથી લઇને ભાવનગર સુધીના વિસ્તારોમાં ત્રણ ઇંચથી વધુ ખાબક્યો છે. રાજ્યમાં જો છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, ગુજરાતના 168 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. દેવભૂમિ દ્વારકામાં સતત ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત જુનાગઢના મેંદરડામાં સૌથી વધુ 10 ઇંચ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થયો છે. 

સવારમાં પડેલા વરસાદના આંકડા - રાજ્યમાં સવારે 6 થી 8 વાગ્યા સુધી 67 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, છેલ્લા બે દિવસથી કલ્યાણપુર, દ્વારકા, જુનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. 12 તાલુકામાં એકથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

2 કલાકમાં તાલાલામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ2 કલાકમાં ભાવનગરના મહુવામાં 3 ઈંચ વરસાદ2 કલાકમાં વંથલીમાં અઢી ઈંચ વરસાદ2 કલાકમાં મેંદરડા, રાજુલામાં 2-2 ઈંચ વરસાદ2 કલાકમાં ગીર ગઢડા, સુત્રાપાડામાં 2-2 ઈંચ વરસાદ2 કલાકમાં જાફરાબાદ, દ્વારકામાં સવા એક ઈંચ વરસાદ2 કલાકમાં કોડીનાર, ઉનામાં સવા એક ઈંચ વરસાદ2 કલાકમાં કેશોદમાં એક ઈંચ વરસાદજૂનાગઢના માંગરોળ, માળિયા હાટીનામાં પોણો ઈંચ વરસાદસમી, ચુડા, કામરેજ, નીઝર, પારડીમાં પણ છુટોછવાયો વરસાદ

ગત 24 કલાકમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 10.75 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે કલ્યાણપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પવનના સુસવાટા સાથે પડેલા સાંબેલાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કલ્યાણપુર, પાનેલી, ભાટિયા, રાવલ, ટંકારિયા સહિતના ગામોમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મગફળી સહિતના પાકો માટે આ વરસાદ વરદાન રૂપ સાબિત થયો છે. કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે.

કલ્યાણપુર ઉપરાંત, દ્વારકામાં 6.02 ઇંચ, પોરબંદરમાં 3.94 ઇંચ, રાણાવાવમાં 2.24 ઇંચ, જુનાગઢના માંગરોળમાં 3.74 ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 3.35 ઇંચ, ઉનામાં 2.91 ઇંચ, વેરાવળમાં 2.28 ઇંચ, અને ગીર ગઢડામાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 41 જેટલા તાલુકામાં 1 થી 10 ઇંચ વરસાદ નોંધાયો છે.