Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી માવઠાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, સૌરાષ્ટ્રથી ઉતર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જોરદાર વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. જેના કારણે ખેડૂતોને ડાંગર, કપાસ, મગફળી સહિતાના પાકોમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે. હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને હજુ પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સ્થિતિ રહેશે. આ બધાની વચ્ચે અહીં છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 1.38 ઇંચ અને અમીરગઢમાં 1.22 ઇંચ ખાબક્યો છે.    

Continues below advertisement

ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે, હવામાન વિભાગે આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકના આંકડા જોઇએ તો વલસાડ અને બનાસકાંઠામાં વરસાદી માહોલ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં કપરાડામાં સૌથી વધુ 1.38 ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં 1.22 ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં સૂઈગામમાં 0.83 ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં 0.75 ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં સૂત્રાપાડા,જાફરાબાદમાં 0.55 ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં રાજુલા, વલસાડમાં 0.55 ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં કોડીનાર, થરાદમાં 0.43 ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં ધાનેરામાં 0.39 ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં દિયોદર,જેસર, ધરમપુરમાં 0.28 ઈંચ વરસાદ

Continues below advertisement

વરસાદની શક્યતાહાલમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે વિપત્તિ સમાન સાબિત થઈ રહ્યો છે. એક બાજુ હવામાન વિભાગનું સતત એલર્ટ, બીજી બાજુ ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતની મહેનત પાણીમાં વહી ગઈ છે. આગામી ચારથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે એટલે સરકાર અને તંત્ર માટે પણ હવે ચેતી જવાની ઘડી આવી ગઈ છે. આ ઉપરાંત હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેનાથી શહેરી વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવનને અસર થઈ શકે છે.