Gujarat Weather: રાજ્યમાં ધીમી ધારે વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૧૨૪ મિ.મી એટલે કે ૪.૯૬ ઇંચ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ૧૧૪ મિ.મી એટલે કે ૪.૫૬ ઇંચ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૧૩ મિ.મી એટલે કે ૪.૫૨ ઇંચ, વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૦૬/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૬૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ૧૧૧ મિ.મી એટલે કે, ૪.૪૪ ઇંચ તેમજ વલસાડના પારડી અને સુરતના કામરેજ તાલુકામાં ૧૦૦ મિ.મી એટલે કે ૪ ઇંચ જેટલો નોંધનીય વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત વલ્લભીપુર તાલુકામાં ૯૫ મિ.મી, ડેડીયાપાડા તાલુકામાં ૮૮ મિ.મી, ડોલવણ તાલુકામાં ૮૬ મિ.મી, તિલકવાડા તાલુકામાં ૮૪ મિ.મી, ઉમરાળા તાલુકામાં ૭૭ મિ.મી, ધરમપુર તાલુકામાં ૭૪ મિ.મી એટલે કે ૩ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
જયારે બારડોલી તાલુકામાં ૭૩ મિ.મી, ચિખલી તાલુકામાં ૭૧ મિ.મી, વઘઈ અને મહુવા, તાલુકામાં ૬૫ મિ.મી, વાલોદ અને વ્યારા તાલુકા ૬૩ મિ.મી, નવસારી તાલુકામાં ૬૨ મિ.મી, સુરત સિટીમાં ૫૮ મિ.મી, માંગરોલ તાલુકામાં ૫૬ મિ.મી એટલે કે ૨ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
જયારે વાપી તાલુકામમાં ૪૭ મિ.મી, ભાવનગર તાલુકામાં ૪૬ મિ.મી, ગણદેવી તાલુકામાં ૪૫ મિ.મી, ઓલપાડ તાલુકામાં ૪૪ મિ.મી, સાગબારા તાલુકામાં ૪૩ મિ.મી, તેમજ ચુડા, નિઝાર અને સુબીર તાલુકામાં ૪૦ મિ.મી એટલે કે દોઢ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત વલસાડ તાલુકામાં ૩૭ મિ.મી, વસો તાલુકામાં ૩૬ મિ.મી, સિનોર અને ગળતેશ્વર તાલુકામાં ૩૫ મિ.મી, માંડવી તાલુકામાં ૩૪ મિ.મી, ડાંગ –આહવા તાલુકામાં ૩૦ મિ.મી, ઉમરગામ તાલુકામાં ૨૭ મિ.મી, દેવગઢબારિયા તાલુકામાં ૨૬ મિ.મી, તળાજા તાલુકામાં ૨૫ મિ.મી એટલે કે ૧ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત પાલીતાણા તાલુકામાં ૨૪ મિ.મી, શિહોર તાલુકામાં ૨૩ મિ.મી, ગઢડા તાલુકામાં ૨૨ મિ.મી, મહુવા (ભાવનગર) તાલુકામાં ૨૧ મિ.મી, ગરુડેશ્વર તાલુકામાં ૨૦ મિ.મી, સુત્રાપાડા અને ઉચ્છલ તાલુકામાં ૧૭ મિ.મી, અને વડોદરા, વાઘોડિયા, કુકરમુંડા તાલુકાઓમાં ૧૬ મિ.મી, સંખેડા તાલુકામાં ૧૫ મિ.મી, હાંસોટ તાલુકામાં ૧૪ મિ.મી, અંકલેશ્વર તાલુકામાં ૧૩ મિ.મી એટલે કે અડધો ઇંચ વરસાદ નોંધાયોના અહેવાલો છે.