Banaskantha : બનાસકાંઠાના થરાદમાં આઠ કલાકમાં છ ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા. ભારે વરસાદને કારણે થરાદથી ઢીમા જતો 25 ગામોને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો. રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર ઘૂંટણસમા પાણી ફરી વળ્યાં હતા.
થરાદમાં ખેતરો બેટમાં ફેરવાયા
જિલ્લાના સરહદીઓ વિસ્તાર વાવ થરાદ સુઈગામમાં વહેલી સવારથી જ મન મૂકીને મેઘરાજા વર્ષા છે. થરાદમાં આઠ કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા રોડ રસ્તા અને ખેતરો બેટમાં ફેરવાયા થરાદથી ઢીમા ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો. થરાદના જમડા ભાપી, દોલતપુરા સહિત 25 ગામનો જોડતો રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચલાવવું મુશ્કેલ બન્યુ. તો બીજી તરફ રોડ રસ્તા ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યાં છે થરાદમાં ઠેર ઠેર પાણી ભરેલા જોવા મળ્યા ખેતરો બેટમાં ફેરવાયા ઘૂંટણ સમા પાણી ખેતરોમાં ભરાતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા.
વહેલી સવારથી વરસાદ
વહેલી સવારથી સરહદીય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાવ થરાદ સુઈગામ ભાભર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. વહેલી સવારથી સરદીયા વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા.
રાજ્યમાં હજી બે દિવસ ભારે વરસાદ પડશે
રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જો કે મંગળવારથી વરસાદનું જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, રાજકોટ, દ્વારકા અને મોરબી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય મોરબી, સુરેંદ્રનગર, પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ,અરવલ્લી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. શનિવારથી ત્રણ દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
શનિવારે અમદાવાદ સહિત વલસાડ, અરવલ્લી, પાટણ, તાપી, સાબરકાંઠા, કચ્છ અને નર્મદા સહિતના જિલ્લાઓમાં સારો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં સારો વરસાદ વરસ્યો છે. જો કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં અન્ય જિલ્લાઓની સરખામણીએ ઓછો વરસાદ થયો છે.