Gujarat Rain: ભારે વરસાદથી મોતના કેસમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. સમગ્ર દેશમાં બિહારમાં સૌથી વધુ વધુ લોકોના મોત થયા છે. દેશમાં 1200થી વધુ લોકોના વરસાદથી નિધન થયા છે.  ગુજરાતમાં ભારે વરસાદથી થયેલી નુકસાનીના અહેવાલ સામે આવ્યા છે, જેમાં રાજ્યમાં ભાર વરસાદને કારણે છેલ્લા ચાર મહિનામાં જ 97 વ્યક્તિ અને 4 હજાર 656 પશુઓના મોત થયા છે.આ ઉપરાંત 20 હજાર 541 કાચા-પાકા મકાનો અને 1.33 લાખ હેક્ટર પાકોને નુકસાન પહોંચ્યુ છે.


છેલ્લા ચાર મહિનામાં ભારે વરસાદથી બિહારમાં સૌથી વધુ 502, મધ્ય પ્રદેશમાં 97 જ્યારે હિમાચલ પ્રદેશમાં 88 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ગુજરાત મૃત્યુમાં બીજા સ્થાને છે. છેલ્લા ચાર મહિનામાં સમગ્ર દેશમાં ભારે વરસાદથી 1224 વ્યક્તિ, 25 હજાર 558 પશુ, 61 હજાર કાચા-પાકા મકાન અને 4.04 લાખ પાકોને નુકસાન પહોંચ્યુ છે.


ગુજરાતમાં વરસાદથી કેટલા હેકટરને થયું નુકસાન


નાણકીય વર્ષ 2023-24માં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)માં ગુજરાતને કેન્દ્ર સરકારનો રૂપિયા 1168 કરોડ અને રાજ્ય સરકારોનો રૂપિયા 388.80 કરોડ ફાળવાયા છે. આ પૈકી પ્રથમ હપ્તા પેટે રૂપિયા 1140 કરોડની ફાળવણી થઈ છ. ચાર મહિનામાં વરસાદથી સૌથી વધુ વિસ્તાર પાકને નુકસાન થયું હોય તેમાં હરિયાણા 2.06 લાક હેક્ટર સાથે પ્રથમ સ્થાને છે. ગુજરાત 1.33 લાખ હેક્ટર સાથે બીજા સ્થાને છે.


હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના દરિયા કાંઠના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ પડી શકે છે. તેમજ કચ્છના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મઘ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી પણ ભારે વરસાદની શક્યતા છે.  સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં તેજ પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો વરસ્યો 79 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.   સૌથી વધુ કચ્છમાં 135 ટકા, તો સૌરાષ્ટ્રમાં 109 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 69, ઉત્તર ગુજરાતમાં 66 ટકા, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસાના સિઝનમાં 46 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.  106 તાલુકામાં 20થી 40, તો 93 તાલુકામાં અત્યાર સુધીમાં 10થી 20 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.