રાજ્યનું 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ જાહેર, MSME માટે ₹1775 કરોડની જોગવાઇ
Gujarat Budget 2026: આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ જાહેર કર્યું છે. જેમાં MSME માટે ₹1775 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Budget 2026: ‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME માટે ₹1775 કરોડની જોગવાઇ કરાઇ છેય. દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% યોગદાન સાથે, ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મજબૂત MSME (નાના અને મધ્યમ ઉદ્યોગ) ઇકોસિસ્ટમ ધરાવે છે. 29 લાખથી વધુ MSME રજીસ્ટ્રેશન ધરાવતાં અગ્રેસર રાજ્યોની સૂચીમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ. માટે ₹1775 કરોડની જોગવાઇ સૂચવાઇ છે. ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ માટે 5425 કરોડની જોગવાઈ અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે 2902 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
યાત્રાધામના વિકાસ માટે 550 કરોડની જોગવાઇ, સોમનાથનો ગ્લોબલ ડેસ્ટિનેશ તરીકે થશે વિકાસ
આજે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ રાજ્યના 2026 અને 27નું બજેટ રજૂ કરતા કેટલીક મહત્વની જાહેરાત કરી છે. જેમાં રાજ્યના યાત્રાધામના વિકાસ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત યાત્રાધામના વિકાસ માટે બજેટમાં કરોડોની જોગવાઇ કરાઇ છે. અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન અને સર્વાંગી વિકાસ માટે ₹300 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹55 કરોડ જોગવાઇ કરાઇ છે. બીચ ટુરિઝમ માટે પણ બજેટમાં અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે.
: સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ માટે ₹60 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો બનાવવાની પણ જાહેરાત કરાઇ છે. જેના માટે ₹447 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાતની વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ એક આગવી ઓળખ ઉભી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે,
સોમનાથમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવા 447 કરોડની ફાળવણી કરાઇ છે.
રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બજેટમાં નાણામંત્રીએ કરી મોટી જાહેરાત
ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાએ કહ્યું કે, એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી “ઘર સૌના માટે”નો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે 3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે ₹4272 કરોડની જોગવાઇ સૂચવું છું. સમાજના પછાત અને નબળા વર્ગના તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે.























