ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના નવા 1204 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2869 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14320 એક્ટિવ કેસ છે, જ્યારે 67277 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 14231 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 84466 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, આણંદમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, પાંચમહાલમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મળી કુલ 14 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 169, અમદાવાદ કોર્પોરેશનમાં 156, વડોદરા કોર્પોરેશનમાં 97, સુરતમાં 82, રાજકોટ કોર્પોરેશનમાં 60, જામનગર કોર્પોરેશન 69, પંચમહાલ 44, કચ્છ 38, દાહોદ 32, રાજકોટ 37, ભરૂચ 31, અમરેલી 29, દાહોદ 28, મહેસાણા 27, અમદાવાદ 23, બનાસકાંઠા 23, વડોદરા 23, મોરબી 20, જુનાગઢ 19, ગાંધીનગર કોર્પોરેશન 18, ગીર સોમનાથ 17, ગાંધીનગર 16, ભાવનગર 15, પાટણ 15, આણંદ 14, જુનાગઢ કોર્પોરેશનમાં 13, ભાવનગર કોર્પોરેશન 12 કેસ નોંધાયા છે.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1324 દર્દી સાજા થયા હતા અને 72,857 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 16,20,067 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Gujarat Corona Cases Today: રાજ્યમાં 1204 નવા કેસ નોંધાયા, 14 લોકોના મોત, સંક્રમિતોની સંખ્યા 84 હજારને પાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Aug 2020 08:17 PM (IST)
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના નવા 1204 કેસ નોંધાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -